Independence Day: 15 ઓગસ્ટે PM Modi ના ભાષણમાં તમારા વિચારો પણ સામેલ થઈ શકે છે, આ રીતે મોકલો સૂચનો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટના રોજ 8મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરશે.

Independence Day: 15 ઓગસ્ટે PM Modi ના ભાષણમાં તમારા વિચારો પણ સામેલ થઈ શકે છે, આ રીતે મોકલો સૂચનો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટના રોજ 8મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરશે. પોતાના ભાષણ માટે પીએમ મોદીએ યુવાઓ પાસે તેમના વિચાર અને સૂચનો માંગ્યા છે. પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે તમારા વિચાર પ્રધાનમંત્રીના ભાષણમાં સામેલ થઈ શકે છે. 

પ્રધાનમંત્રી મોદીને આ રીતે મોકલો તમારા સૂચનો
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે તમારા વિચારો લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે. 15 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ માટે તમારા શું વિચાર છે? તેને  @mygovindia પર શેર કરો. 

What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV

— PMO India (@PMOIndia) July 30, 2021

પીએમ મોદી દર વર્ષે માંગે છે સૂચન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણ માટે લોકો પાસે સૂચનો માંગે છે. આ વર્ષે પણ લોકો mygov વેબસાઈટ પર પોતાના વિચારો શેર કરી શકે છે. જેમાંથી કેટલાક વિચારો પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણમાં સામેલ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news