Video Viral: માસ્ક ન પહેરવા પર મહિલાને ટકોર કરતા મનપા કર્મચારી સાથે કરી મારા મારી
એક તરફ જ્યાં મહારાષ્ટ્ર (Maharashtra) સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ ઝડપથી વધી રહ્યા છે અને સરકાર કોવિડ-19 નિયમો (Covid Guidelines) જેમ કે, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાનલ કરવાની અપીલ કરી રહી છે
Trending Photos
મુંબઇ: એક તરફ જ્યાં મહારાષ્ટ્ર (Maharashtra) સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના વાયરસના (Coronavirus) કેસ ઝડપથી વધી રહ્યા છે અને સરકાર કોવિડ-19 નિયમો (Covid Guidelines) જેમ કે, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાનલ કરવાની અપીલ કરી રહી છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો મહામારીને લઇને ખુબ જ બેદરકારી દાખવી રહ્યા છે. તેમને ચિંતા નથી કે કોવિડ નિયમોને તાડવાથી તે સંક્રમિત થઈ શકે છે. ઘણી વખત આ લોકોને કોઇ રોકવાનો પ્રયત્ન કરે છે તો તે હિંસા પર ઉતરી આવે છે.
માસ્ક ન પહેરવા પર ટકરો કરતા BMC કર્મચારી સાથે મારામારી
અમારી સહયોગી વેબસાઈટ india.com ના મુજબ, આવો એક કિસ્સો મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઇમાં સામે (Mumbai Viral Video) આવ્યો છે. અહીં કાંદિવલી વિસ્તારમાં શુક્રવારના જ્યારે એક મહિલાને માસ્ક (Woman Slaps BMC Worker Mask) ન પહેરવા પર ટકોર કરવામં આવી તો તે રોષે ભરાઈ અને બીએમસીની મહિલા કર્મચારીને માર મારવા લાગી હતી. માસ્ક ન લગાવનાર મહિલાએ બીએમસીની કર્મચારીને પકડી અને ત્યારબાદ તેને લાતો અને મુક્કાથી માર માર્યો.
જો કે, આ મારા મારીનો વીડિયો ત્યાં હાજર એક શખ્સે ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યોછે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
'વિક્ટિમ કાર્ડ' પ્લે કરતી જોવા મળી આરોપી મહિલા
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, મારા મારી દરમિયાન આરોપી મહિલાએ બીએમસી વર્કરને ગંદી ગાળો પણ આપી અને તે બુમાબુમ કરીને બોલી રહી છે કે, જુઓ મને ખોટી રીતે પકડી રાખી છે.મહિલાએ પીડિતાને માર મારવા ઉપરાંત ધમકી પણ આપી. જો કે, તે દરમિયાન બીએમસી કર્મચારી મહિલા તેને રોકતા જ જોવા મળી રહી છે.
મહારાષ્ટ્ર સહિત દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પણ કોરોનાને રોકવા માટે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો તેમ છતાં બેદરકારી વર્તી રહ્યા છે.
આ પણ વાંચો:- દેશમાં વધતા જતા કોરોના કેસને લઇને સરકાર એલર્ટ, હોળી પહેલાં કેન્દ્રએ રાજ્યોને આપ્યો આ નિર્દેશ
તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં શુક્રવારના કોવિડ-19 ના અત્યાર સુધીમાં સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવ્યા. ત્યારે દેશભરમાં શુક્રવારના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે મીટિંગમાં હોમ સેક્રેટરી અજય ભલ્લાએ શુક્રવારના કહ્યું કે નિર્દેશિત કરવામાં આવે છે કે, રાજ્ય સરકાર કોરોના વાયરસથી (Coronavirus) બચવા માટે સાવચેતીનાં પગલાં લે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે