કેન્દ્રિય મંત્રી વી.કે. સિંહની ચેતવણી, 'લેવામાં આવશે પુલવામા શહીદોનો બદલો'
કેન્દ્રિય મંત્રી વી.કે. સિંહે કહ્યું છે કે આ માટે થોડી ધીરજ દાખવવાની જરૂર છે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રિય મંત્રી વી. કે. સિંહે (VK Singh) જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા વિશે નિવેદન આપતા કહ્યું છે કે શહીદ જવાનોનો બદલો ચોક્કસ લેવામાં આવશે પણ એ માટે થોડી ધીરજ રાખવાની જરૂર છે. વિદેશ રાજ્ય મંત્રી વી. કે. સિંહે દાવો કર્યો છે કે ભાજપના શાસનમાં દેશ અને પ્રદેશમાં રેકોર્ડતોડ વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આટલો વિકાસ પહેલાં કોઈ સરકારે નથી કર્યો અને વિકાસનો આ રથ રોકાવો ન જોઈએ. જનતાએ ફરીથી ભાજપની સરકાર બનાવવી જોઈએ.
બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ શુક્રવારે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે પુલવામા આતંકી હુમલામાં વહેલું શહીદોનું લોહી બેકાર નહીં જાય. તામિલનાડુમાં અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે સરકાર આતંકવાદને બિલકુલ સહન ન કરવાની નીતિને અનુસરી રહી છે. તેમણે પુલવામા હુમલામાં શહીદ થનારા તામિલનાડુના બે જવાનો પણ યાદ કર્યા છે.
તામિલનાડુમાં ભાજપ અને સત્તાધારી અન્નાદ્રમુક વચ્ચે મંગળવારે થયેલા ગઠબંધન પછી પહેલીવાર કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે અમિત શાહે તામિલનાડુ અને પોંડિચેરીમાં તમામ 40 લોકસભા સીટ પર ગઠબંધનના ઉમેદવારોને જીતાડવા માટે આહ્વાન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે