Jharkhandની રેલીમાં PM મોદીએ નાગરિકતા બિલ અને અસમ હિંસાને લઈને આપ્યું નિવેદન
Trending Photos
દુમકા :એક તરફ જ્યાં ઝારખંડ ઈલેક્શન (Jharkhand Assembly Election 2019) ના ચોથા ચરણનું મતદાન સોમવારે થવાનું છે. ત્યાં પાંચમા અને અંતિમ ચરણ માટે ઈલેક્શન પ્રચારે જોર પકડી લીધું છે. અલગ અલગ પાર્ટીઓના તમામ દિગ્ગજો પ્રચારમાં લાગી ગયા છે. બીજેપીના પ્રચાર અભિયાનને ગતિ આપવા માટે ખુદ પીએમ મોદી (Narendra Modi) આજે એકવાર ફરીથી ઝારખંડ પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું જ્યાં પણ જઈ રહ્યો છું, ત્યાંની જનસભા પહેલાની રેલીનો રેકોર્ડ તોડી દે છે. અહીં પણ જ્યાં સુધી મારી નજર પહોંચે છે, ત્યાં ત્યાં લોકો આર્શીવાદ આપવા આવ્યા છે.
JMM और कांग्रेस के पास झारखंड के विकास का कोई न रोडमैप है और न इरादा है और न कभी भूतकाल में कुछ किया है।
अगर वो जानते है तो उनको एक ही बात का पता है, भाजपा का विरोध करो, मोदी को गाली दो।
भाजपा का विरोध करते-करते इन लोगों को देश का विरोध करने की आदत हो गई है: पीएम pic.twitter.com/yCw2AuOweJ
— BJP (@BJP4India) December 15, 2019
આ દરમિયાન પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણએ કહ્યું કે, જે લોકો પર તમે ક્યારેક ભરોસો કર્યો હતો, જેઓને ઝારખંડના આદિવાસીઓએ માન-સન્માન આપ્યું હતું. પરંતુ તેઓએ પોતાના માટે અને પરિવાર માટે મોટામોટા મહેલ આપ્યા અને તમને ભૂલી ગયા.
અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદમાંથી અટકાયત, મોતીલાલ નહેરુ પર ટિપ્પણી કરવી ભારે પડી
જેએમએમ-કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
સાથે જ તેમણે કહ્યું કે, જેએમએમ અને કોંગ્રેસની પાસે ઝારખંડના વિકાસ માટે ન તો કોઈ રોડમેપ છે, ન તો કોઈ હેતુ અને ન તો તેઓએ ભૂતકાળમાં કંઈ કર્યું છે. જો તેઓ કંઈ જાણે છે તેઓને એક જ વાત માલૂમ છે કે, બીજેપીનો વિરોધ કરો. મોદીને ગાળો આપો. બીજેપીનો વિરોધ કરતા કરતા આ લોકોને દેશનો વિરોધ કરવાની આદત પડી ગઈ છે.
हमारे देश की संसद ने नागरिकता कानून से जुड़ा एक महत्वपूर्ण बदलाव किया।
इस बदलााव के कारण पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश से जो वहां कम संख्या में थे, जो अलग धर्म का पालन करते थे, इसलिए वहां उन पर जुल्म हुए: पीएम श्री @narendramodi #JharkhandModikeSaath pic.twitter.com/3KT877nXve
— BJP (@BJP4India) December 15, 2019
નાગરિકતા સંશોધન એક્ટ પર શું બોલ્યા
સાથે જ નાગરિકતા સંશોધન એક્ટ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશની સંસદે નાગરિકતા કાયદા સાથે જોડાયેલ એક મહત્વનો બદલાવ કર્યો છે. આ બદલાવને કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના જે ત્યાંના ઓછી સંખ્યામાં હતા, જે અલગ ધર્મનું પાલન કરતા હતા, તેથી ત્યા તેમના પર જુલ્મ થયા, ત્યાં તેમનુ જીવવુ મુશ્કેલ થઈ ગયું. આ ત્રણ દેશોમાંથી હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ લોકોને ત્યાંથી પોતાનું ગામ, ઘર, પરિવાર બધુ જ છોડીને ભારત ભાગીને આવવું પડ્યું. અહીં શરણાર્થીની જિંદગી જીવવા મજબૂર થવુ પડ્યુ. તેમના જીવનને સુધારવા માટે, આ ગરીબોને સન્માન મળે તે માટે ભારતના બંને સદનોમાં ભારે બહુમતથી આ ગરીબો માટે નાગરિકતાનો નિર્ણય કર્યો.
मैं असम के भाइयों-बहनों का सर झूकाकर अभिनंदन करता हूं कि इन्होंने हिंसा करने वालों को अपने से अलग कर दिया है। शांतिपूर्ण तरीके से अपनी बात बता रहे हैं।
देश का मान-सम्मान बढ़े ऐसा व्यवहार असम, नार्थ ईस्ट कर रहा है: पीएम श्री @narendramodi #JharkhandModikeSaath
— BJP (@BJP4India) December 15, 2019
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી તોફાન ઉભુ કરી રહ્યાં છે. તેમની વાત ચાલતી નથી, તો આગજનીની જેમ ફેલાવે છે. તેઓ જે આગ લગાવી રહ્યાં છે, તેમાં કોણ છે તે તેમના કપડા પરથી જ માલૂમ પડી જાય છે.
અસમની હિંસા પર બોલ્યા પીએમ
સાથે જ આસામમાં થઈ રહેલી હિંસા પર પણ પીએમ મોદીએ વાત કરી અને કહ્યું કે, આસામના ભાઈ-બહેનોને માથુ ઝૂકાવીને વંદન કરું છું કે, તેઓએ હિંસા કરનારાઓને પોતાનાથી અલગ કરી દીધા છે. શાંતિપૂર્ણ રીતે પોતાના વાત કહી રહ્યાં છે. દેશનું માન-સન્માન વધારીને આવો વ્યવહાર, અસમ, નોર્થ ઈસ્ટ કરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે