Unlock-4ની ગાઈડલાઈન જાહેર, ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં 100 લોકોને મંજૂરી
કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનમાં 100 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં 10 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકિય, મનોરંજન, રમત, ધાર્મિક વગેરે સાથે સંકળાયેલા કાર્યક્રમોને મંજૂરી રહેશે, પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જો કે, આ પ્રકારના કાર્યક્રમમાં ફરજિયાત ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝર અને કોવિડ-19ના નિયમોનું પાનલ કરવું પડશે.
Metro rail will be allowed to operate with effect from September 7 in a graded manner, by the Ministry of Housing and Urban Affairs (MOHUA)/ Ministry of Railways (MOR), in consultation with MHA: Govt of India pic.twitter.com/rCPe7dzEOH
— ANI (@ANI) August 29, 2020
સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, આંતરરાષ્ટ્રીય ઉડાન (કેટલાક વિશેષ કેસને બાદ કરતા) બંધ રહશે. ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોનથી બહાર 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તેમના પરિવારની સંમતિથી શિક્ષકોને મળવા શાળાએ જઈ શકશે. સરકારે શાળા-કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ખાસ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, કોચિંગ સેન્ટર બંધ રહશે. 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આ ગતિવિધિઓને મંજૂરી
- રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ અને બિન શિક્ષણ સ્ટાફને ઓનલાઇન ટીચિંગ અને સંબંધિત કાર્ય માટે શાળાએ બોલાવી શકાય છે.
- ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના માર્ગદર્શન માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલમાં જવાની મંજૂરી આપી શકાય છે. આ તેમના માતાપિતા / વાલીઓની લેખિત સંમતિ પછી હશે.
મેટ્રો શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે મને ખુશી છે કે, મેટ્રોને તબક્કાવાર રીતે 7 સપ્ટેમ્બરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર થયા બાદ દિલ્હી મેટ્રોએ જાહેરાત કરી છે કે, તેમની સેવાઓ 7 સપ્ટેમ્બરથી તબક્કાવાર રીતે શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે