કોલેજો News

આજે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં મેગા જોબફેર, જાણો વિગતો
આજે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બીકોમ, બીએ, BSC, બીસીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પૂરી થાય એ પહેલાં નોકરી માટે એપ્લાય કરીને જોબ પસંદ કરી શકશે. પરીક્ષા પૂરી થયા પછી તેઓ જે તે કંપનીમાં જોડાઈ શકશે. હવે તમામ કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યૂ ગોઠવીને પોતાના કર્મચારીઓને પસંદ કરતી હોવાથી વિદ્યાર્થીઓ પણ પૂરી તૈયારી સાથે જોબફેરમાં ભાગ લે છે. તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ મેગા જોબફેર વિદ્યાર્થીઓ માટે એક મોટી તક લઈને આવ્યો છે. આ મોકો નોકરી અપાવી શકે છે. જોબફેરમાં હાજર કંપનીઓ વિદ્યાર્થીઓની પરીક્ષા તેમજ ઈન્ટરવ્યૂ લેશે અને ત્યારબાદ તેમની લાયકાતના આધારે તેમનું સિલેક્શન કરશે.
Feb 6,2020, 9:15 AM IST

Trending news