કેંદ્રીય મંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું- 2024 સુધી ભારતનો ભાગ બની જશે PoK

પાટીલે એમ પણ કહ્યું હતું કે મોદી (Modi) બટાકા અને ડુંગળીના ભાવ (Price) ઘટાડવા માટે પ્રધાનમંત્રી નથી બન્યા. તેમણે એમ પણ કહ્યું કે લોકો ડુંગળી જેવી વસ્તુઓના ભાવમાં વધારાની ફરિયાદ (Complaint) કરે છે પરંતુ પિત્ઝા અને મટન (માંસ) ખરીદવામાં અચકાતા નથી.

કેંદ્રીય મંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું- 2024 સુધી ભારતનો ભાગ બની જશે  PoK

મુંબઈ: કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલે કહ્યું છે કે સંભવતઃ 2024 સુધીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan-Occupied Kashmir) ભારતનો ભાગ બની જશે અને દેશ માટે વિભિન્ન નક્કર પગલાં ભરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ  (Union Home Minister Amit Shah) ના નેતૃત્વની પ્રશંસા કરીના નેતૃત્વની પ્રશંસા કરી. 

'મોદી બટાકા-ડુંગળીના ભાવ ઘટાડવા PM નથી બન્યા'
શનિવારે રાત્રે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં પંચાયતી રાજ બાબતોના રાજ્યમંત્રી(Minister Of State For Panchayati Raj Affairs) પાટીલે એમ પણ કહ્યું હતું કે મોદી (Modi) બટાકા અને ડુંગળીના ભાવ (Price) ઘટાડવા માટે પ્રધાનમંત્રી નથી બન્યા. તેમણે એમ પણ કહ્યું કે લોકો ડુંગળી જેવી વસ્તુઓના ભાવમાં વધારાની ફરિયાદ (Complaint) કરે છે પરંતુ પિત્ઝા અને મટન (માંસ) ખરીદવામાં અચકાતા નથી.
 
પીએમ અને ગૃહમંત્રી પર આ વાત કહી
થાણે જિલ્લાની ભિવંડી બેઠકના સાંસદ (MP) પાટીલે પણ કહ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારાને કોઈ સમર્થન આપશે નહીં. એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે, 'ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ જ દેશ માટે કેટલીક સિદ્ધિઓ (Achievements) હાંસલ કરી શકે છે.'

'PoK 2024 સુધી ભારતનો ભાગ બનશે'
તેમણે આગળ કહ્યું, 'વડાપ્રધાન મોદીએ દેશનું નેતૃત્વ (Leadership) કરવાનું ચાલુ રાખવું જોઈએ કારણ કે તેમણે CAA (સંશોધિત નાગરિકતા કાયદો લાવવામાં), બંધારણની કલમ 370 અને 35A વગેરેની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવાનું કામ કર્યું છે. મને લાગે છે કે 2024 સુધીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો ભાગ બની જશે.

જંક ફૂડ પર માર્યો ટોણો
પાટીલે કહ્યું કે લોકો 700 રૂપિયામાં માંસ (Meat), 500-600 રૂપિયામાં પિત્ઝા  (Pizza) ખરીદી શકે છે, પરંતુ 10 રૂપિયામાં ડુંગળી  (Onion) અને 40 રૂપિયામાં ટામેટા (Tomato) આપણા માટે મોંઘા (Costly) છે.' તેમણે કહ્યું, 'ભાવ વધારાને કોઈ સમર્થન નહીં આપે, પરંતુ બટાટા-ડુંગળીના ભાવ (Potato-Onion Price) ઘટાડવા માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નથી બન્યા. જો તમે આ વસ્તુઓના ભાવ વધારા પાછળનું કારણ સમજો, તો તમે વડા પ્રધાનને દોષી ઠેરવશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news