Corona virus: મુંબઈમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર? મેયર કિશોરી પેડનેકરે આપ્યો જવાબ
મુંબઈ કોર્પોરેશને ચેતવણી આપી કે આગામી 15 દિવસ ખુબ મહત્વના સાબિત થવાના છે. ડર છે કે તહેવારોને કારણે એકવાર ફરી કોરોના મુંબઈને પોતાની ગિરફ્તમાં લઈ શકે છે.
Trending Photos
મુંબઈઃ મુંબઈમાં કોરોના વાયરસ (Corona virus) ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. મંગળવારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ચેતવણી આપતા કહ્યુ કે, કોવિડ-19ની ત્રીજી લહેર પહેલાથી અહીં છે. પેડનેકરે મુંબઈવાસીઓને પોતાના ઘરોની બહાર ગણેશ ચતુર્થીની ઉજવણી વિરુદ્ધ સાવચેત કર્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસમાં શહેરમાં કોવિડ-19ના મામલામાં પોઝિટિવિટી રેટમાં વૃદ્ધિ જોવા મળી છે.
મેયર કિશોરી પેડનેકરે સંવાદદાતાઓને કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર આવી રહી નથી, તે પહેલાથી અહીં છે. નાગપુરમાં પહેલા જ જાહેર કરી દેવામાં આવી છે. પેડનેકરે મુંબઈમાં લોકોને ગણેશ ચતુર્થી દરમિયાન ઘર પર રહેવાનો પણ આગ્રહ કર્યો છે, જે 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમણે ભાર આપીને કહ્યું કે, માસ્ક પહેરવું જોઈએ અને કોવિડ-19ના પ્રસારને રોકવા માટે અન્ય સાવધાની રાખવી જોઈએ.
#WATCH | "Third-wave of COVID19 is not coming, it is here," says Mumbai Mayor Kishori Pednekar pic.twitter.com/wCxcSb1Dxb
— ANI (@ANI) September 7, 2021
પોઝિટિવિટી રેટમાં વધારો
કિશોરી પેડનેકરે નાગપુરના સંરક્ષક મંત્રી નીતિન રાઉતની ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યાં હતા કે શહેર પહેલાથી કોવિડ-19ની ત્રીજી લહેરની ઝપેટમાં છે. સમાચાર એજન્સી એએનઆઈએ નીતિનરાઉતના હવાલાથી કહ્યુ કે, આજે લાંબા સમય બાદ ડબલ સકારાત્મક કેસ આવ્યા છે. મંત્રી નીતિન રાઉતે પીટીઆી સાથે વાત કરતા કહ્યુ કે, પહેલાથી લાગેલા પ્રતિબંધોમાં રેસ્ટોરન્ટને રાત્રે 10 કલાકની જગ્યાએ રાત્રે 8 કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી શકાય છે.
પ્રતિબંધોમાં છૂટછાટ થઈ શકે છે ખતમ
મંત્રીએ કહ્યુ કે, કોરોનાના વધતા કેસને જોતા દુકાનો અને અન્ય સંસ્થાઓને સાંજે 4 કલાક સુધી અને વીકેન્ડ પર સંપૂર્ણ બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, માત્ર જરૂરી સેવાઓને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, બેથી ત્રણ દિવસમાં વેપારીઓ અને અન્ય સંગઠનો સાથે બેઠક બાદ પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યમાં સોમવારે કોરોના વાયરસના 3626 નવા કેસ સામે આવ્યા અને 37 લોકોના નિધન થયા હતા. તો મુંબઈમાં કોરોના વાયરસના 383 નવા કેસ સામે આવ્યા અને પાંચ લોકોના મૃત્યુ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે