શું આ ફળ ખાવાથી કેરળમાં ફેલાયો Nipah Virus? લોકો જોઈને છેતરાઈ રહ્યા છે!
કેટલાક લોકો રામબુટાન ફળને જોઇને છેતરાઈ જશે અને લીચી સમજી બેસશે. પરંતુ તે તેનાથી અલગ છે. આવો જાણીએ કે આખરે શું છે આ રામબુટાન ફળ અને તેના દ્વારા કેવી રીતે ફેલાઈ શકે છે નિપાહ વાયરસ?
Trending Photos
Nipah Virus Kerala and Rambutan fruit: કોરોના વાયરસ વચ્ચે કેરળમાં Nipah Virus ના કેસોએ લોકોને હડકંપ મચાવી દીધા છે. કોઝિકોડમાં નિપાહ વાયરસથી સંક્રમિત 12 વર્ષીય બાળકનું મોત થયું છે અને અત્યાર સુધી તેના સંપર્કમાં આવેલા 11 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણ (Nipah virus symptoms) દેખાવવાના શરૂ થઈ ગયા છે. મૃતક બાળકના પરિવારજનોએ જણાવ્યું કે, બાળકની તબિયત રામબુટાન ફળ (Rambutan Benefits) ખાધા પછી બગડી હતી. જે બાદ સ્વાસ્થ્ય વિભાગે તાત્કાલિક પડોશમાં હાજર ફળોના સેમ્પલ્સ તપાસ માટે નેશનલ ઇન્સ્ટિસ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) મોકલ્યા છે.
કેટલાક લોકો રામબુટાન ફળને જોઇને છેતરાઈ જશે અને લીચી સમજી બેસશે. પરંતુ તે તેનાથી અલગ છે. આવો જાણીએ કે આખરે શું છે આ રામબુટાન ફળ અને તેના દ્વારા કેવી રીતે ફેલાઈ શકે છે નિપાહ વાયરસ?
રામબુટાન ફળ શું છે અને તેના ફાયદા? (Rambutan fruit benefits)
રામબુટાન ફળ (વૈજ્ઞાનિક નામ: Nephelium lappaceum) દેખાવમાં લીચી જેવું જ છે અને અંદરથી પણ એવું જ દેખાય છે. રામબુટાન ફળ એક ગોલ્ફ બોલ જેટલું મોટું હોય છે, જેની બહારના ભાગમાં લાલ અને લીલા રંગના લાંબા વાળ વાળી છાલ હોય છે. રામબુટાન ફળનું વૃક્ષ લંબાઈમાં 27 મીટર સુધી વધી શકે છે અને તે દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડાયેલું છે. આવો, જાણીએ રામબુટાન ફળના ફાયદા.
હેલ્થલાઈન અનુસાર, રામબુટાન ફળમાં (rambutan fruit) ઘણા વિટામિન, મિનરલ્સ તેમજ અન્ય પોષક તત્વો જોવા મળે છે. માત્ર 5 થી 6 રામબુટાન ફળ ખાવાથી તમારી દૈનિક જરૂરિયાતના 50 ટકા વિટામિન સી પ્રાપ્ત કરી શકો છો.
તેમાં પૂરતા પ્રમાણમાં કોપર અને ફાયબર રહેલું છે. જેની સાથે મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયરન અને ઝીંક પણ મળી આવે છે.
તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.
નિયમિત રિતે રામબુટાન ફળ ખાવાથી વજન વધતું નથી અને તેમાં કેલેરી પણ ઓછી હોય છે.
તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરે છે.
ડાયાબિટીસ સામે સુરક્ષા પ્રદાન કરે છે.
રામબુટાન ફળ તમને દક્ષિણ ભારતમાં સરળતાથી મળી રહે છે.
કેરળમાં Nipah Virus અને રામબુટાન વચ્ચે સંબંધ
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે બાળકની તબિયત પડોશમાંથી રામબુટાન ફળ ખાધા બાદ ખરાબ થઈ હતી. ટીમે ફળના સેમ્પલ્સ તપાસ કરવા માટે પુણે સ્થિતિ NIV મોકલ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રામબુટાન ફળમાં નિપાહ વાયરસ ચામાચીડિયાના ખાવાથી આવ્યો હોઈ શકે છે. ડબલ્યુએચઓના સંક્રમિત થયાના 4 થી 14 દિવસની અંદર નિપાહ વાયરસના લક્ષણ (Nipah Virus Symptoms) આ પ્રકારે દેખાઈ શકે છે.
નિપાહ વાયરસના કારણે હળવાથી ગંભીર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થઈ શકે છે.
Nipah Virus Symptoms: તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ઉલટી, ગળામાં દુખાવો, ચક્કર આવવા, બેહોશ થવું, ન્યુમોનિયા, એન્સેફાલીટીસ તાવ, વગેરે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે