ભારતનું એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલાઓ નથી પહેરતી કપડાં! પુરુષો કરે છે આ કામ
Pini village Sawan tradition: સાવન મહિનામાં ખાસ 5 દિવસો સુધી અહીંની મહિલાઓ શરીર પર એક પણ કપડા પહેરતી નથી. તેનું કારણ એ છે કે આ પાંચ દિવસોમાં બહારી લોકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે.
Trending Photos
Womens Do Not Wear Clothes In Himachal Pradesh: ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે, જેમાં દરેક રાજ્યમાં એક અનોખી પરંપરા હોય છે. ભારતના એક ગામડામાં એક અનોખી પરંપરા રહેલી છે. આસ્થાના સૌથી પવિત્ર સાવન મહિનામાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો અનેક પરંપરાઓ અનુસાર ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે. એવી ઘણી પરંપરા અને માન્યતા વિશે સાંભળ્યા પછી અથવા જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો. ચાલો આજે અમે તમને ભારતના આવા જ એક ગામની કહાની જણાવીએ, જ્યાં સાવન મહિનામાં મહિલાઓ 5 દિવસ સુધી કપડાં પહેરતી નથી. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે ત્યાંની મહિલાઓ આવું કેમ કરે છે. ચાલો હવે જાણીએ આ પાછળનું કારણ શું છે.
જોકે, આ અનોખું ગામ હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં સ્થિત છે. હિમાચલ પ્રદેશના આ ગામડાનો ઈતિહાસ સદીઓ જૂનો છે. આ ગામનું નામ પિણી ગામ છે. અહીં સદીઓથી પરંપરા ચાલી આવે છે. સાવન મહિનામાં ખાસ 5 દિવસો સુધી અહીંની મહિલાઓ શરીર પર એક પણ કપડા પહેરતી નથી. તેનું કારણ એ છે કે આ પાંચ દિવસોમાં બહારી લોકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે.
અહીં એક કહાની પ્રચલિત છે કે એક સમયે આ ગામડામાં રાક્ષસોનો એટલો બધો આતંક હતો કે ગામ લોકોનું જીવવું અઘરું કરી નાંખ્યું હતું. જ્યારે રાક્ષસોનો આતંક એટલી હદે વધી ગયો તો આ ગામમાં લાહુઆ ઘોંડ નામના એક દેવતા આવ્યા અને તેમણે રાક્ષસનો વધ કરીને ગામ લોકોને બચાવી લીધું. જણાવવામાં આવે છે કે રાક્ષસ જ્યારે ગામમાં આવતો હતો ત્યારે ત્યાં સજેલી સ્ત્રીઓને લઈ જતો હતો. આ જ કારણ છે કે આજે પણ મહિલાઓ સાવનનાં આ પાંચ દિવસોમાં કપડાં પહેરતી નથી.
કપડાં નહીં તો શું પહેરે છે મહિલાઓ
પિણી ગામમાં આજે દરેક મહિલાઓ આ પરંપરાને નિભાવતી નથી, પરંતુ જે મહિલાઓ પોતાની ઈચ્છાથી આ પરંપરા નિભાવે છે તે આ પાંચ દિવસોમાં ઉનથી બનેલું એક પટકા પહેરે છે. પરંપરાનું પાલન કરતી મહિલાઓ આ પાંચ દિવસમાં ઘરની બહાર નીકળી નથી. ખાસ કરીને ગામની પરિણીત મહિલાઓ આ પરંપરાનું પાલન કરે છે.
પુરુષો માટે શું છે નિયમ
એવું નથી કે આ ગામમાં માત્ર મહિલાઓ માટે જ નિયમ છે. પુરુષો માટે નિયમ છે કે તે સાવન મહીનામાં દારૂ અને માસનું સેવન નહીં કરે. આ ખાસ પાંચ દિવસોમાં તો આ પરંપરાનું પાલન કરવું સૌથી વધુ જરૂરી છે. જ્યારે આ પરંપરા અનુસાર, આ પાંચ દિવસોમાં પતિ-પત્ની એક બીજાને જોઈને હસી પણ શકતા નથી. જો તમે ફરવાના શોખીન છો તો તમે આ ગામમાં જઈ શકો છો. જોકે, સાવનના આ પાંચ દિવસોમાં તમને આ ગામમાં પ્રવેશ નહીં મળે. ગામજનો આ પાંચ દિવસને ખુબ જ પવિત્ર માને છે અને આને તહેવારની જેમ માને છે. એામાં તે કોઈ બહારી વ્યક્તિને આ પાંચ દિવસોમાં પોતાના ગામમાં પ્રવેશ આપતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે