Tradition News

દાહોદ: ઝાડ પર લટકાવેલો ગોળ જે યુવક લાવે તે ઇચ્છે તે યુવતી સાથે લગ્ન કરી શકે છે
જીલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે.  દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, અને ખુબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો  તહેવાર મનાવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચો  વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે. તેની  ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા  સાથે ફરે છે. આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. 
Mar 15,2020, 23:20 PM IST

Trending news