કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ભાજપ' ને લઇને મરવાની વાત કેમ કરી? શું કહ્યું? જાણો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ મરવું પસંદ કરશે પરંતુ ભાજપને ફાયદો પહોંચવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મેં સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ખુબ મજબુતાઈથી લડી રહી છે. અમારા ઉમેદવારો મોટાભાગની બેઠકો પર મજબુતાઈથી લડે છે. હું મરી જઈશ પરંતુ ભાજપને ફાયદો થવા દઈશ નહીં."

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ભાજપ' ને લઇને મરવાની વાત કેમ કરી? શું કહ્યું? જાણો

રાયબરેલી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ મરવું પસંદ કરશે પરંતુ ભાજપને ફાયદો પહોંચવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મેં સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ખુબ મજબુતાઈથી લડી રહી છે. અમારા ઉમેદવારો મોટાભાગની બેઠકો પર મજબુતાઈથી લડે છે. હું મરી જઈશ પરંતુ ભાજપને ફાયદો થવા દઈશ નહીં."

ભાજપ પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "હાલની લોકસભા ચૂંટણી ખુબ મહત્વની છે. કારણ કે કોંગ્રેસ ભારતની અવધારણાની રક્ષા કરવા માટે લડી  રહી છે અને આ ચૂંટણીમાં વિચારધારા વચ્ચે લડાઈ છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અમે એવા ભારત માટે પ્રેમ કરી રહ્યાં છીએ કે જેને અમે પ્રેમ કરીએ છીએ, અમે લોકતંત્ર અને લોકતંત્રના તે તમામ મૂલ્યો માટે લડી રહ્યાં છીએ જે અમારા માટે ખુબ મહત્વ ધરાવે છે કારણ કે આ સરકાર સંસ્થાઓને નષ્ટ કરી રહી છે."

પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાળકો પાસે મોદી વિરોધી સૂત્રોચ્ચાર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મેં બાળકોને પીએમ વિરોધી એવા નારા લગાવતા રોક્યા હતાં જે મને યોગ્ય લાગ્યા નહતાં. ભાજપે વીડિયો સાથે છેડછાડ  કરી અને તે ભાગને કાપી લીધો જેમાં હું બાળકોને નારા લગાવતા રોકી રહી હતીં."

જુઓ LIVE TV 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "રાષ્ટ્રવાદનો અર્થ દેશના લોકોની સમસ્યાઓ ઉકેલવી એ છે. કોઈ પણ નેતા, કોઈ પણ સરકાર માટે સૌથી મોટી દેશભક્તિ એ હશે કે જ્યારે લોકો બોલકે તો તેઓ તેમની વાત સાંભળી શકે, તે લોકતાંત્રિક હોઈ શકે. લોકોનો અવાજ મજબુત બનાવનારી સંસ્થાઓને નબળી નહીં પરંતુ મજબુત બનાવે."

પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધી માટે રાયબરેલી અને ભાઈ રાહુલ ગાંધી માટે અમેઠીમાં ખુબ પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિઓના કારણે લોકોમાં વ્યાપક સ્તર પર ગુસ્સો અને દુ:ખ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news