આ તારીખે લોન્ચ થશે શકે છે Motorola One Vision, જાણો ફીચર્સ
Trending Photos
નવી દિલ્હી: અમેરિકન ટેલિકોમ કંપની મોટોરોલા ખૂબ જલદી Motorola One Vision લોન્ચ કરવા જઇ રહી છે. એક લીક પોસ્ટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે આ સ્માર્ટફોનને બ્રાજીલના સાઓ પોલોમાં 15 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કંપની દ્વારા લોન્ચિંગને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. આ ફોનમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં સેમસંગના Exynos 9610 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્પેસિફિકેશન્સ
આ ફોનમાં 6જીબી રેમ લાગેલી છે. જે Android Pie પર કામ કરે છે. અત્યારે તેની ડિસ્પ્લે સાઇઝ વિશે વધુ જાણવા મળ્યું નથી, પરંતુ લીક અનુસાર ફૂલ એચડી ડિસ્પ્લેનો ઉપયોગ થયો છે, જેનું રિઝોલ્યૂશન 1080x2520 પિક્સલ છે. તેના બે વેરિએન્ટ 4GB+128GB અને 6GB રેમ સાથે આવી શકે છે.
કેમેરાની વાત કરીએ તો પ્રાઇમરી લેંસ 48 મેગાપિક્સલ હશે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ્બી સાઉન્ડનો ઉપયોગ થયો છે. તેની બેટરી 3500mAh ની હશે. ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમને લઇને હાલ કોઇપણ પ્રકારની જાણકારી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે