SBI નો દાવો- 'લોકસભા ચૂંટણીમાં બનશે નવો રેકોર્ડ, 1947 બાદ સૌથી વધુ થશે મતદાન'
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં 1952થી લઇને અત્યાર સુધી 16 વખત લોકસભાની ચૂંટણી થઇ શકે છે અને 17મી લોકસભાની ચૂંટણીના અંતિમ ત્રણ ફેજ બાકી રહ્યા છે. 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. 23 મેના રોજ નક્કી થશે કે આગામી 5 વર્ષો સુધી ભારતમાં કોઇ પાર્ટી અથવા ગઠબંધનની સરકાર રચાશે. પરંતુ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ દાવો કર્યો છે કે આ વખતે ભારત સૌથી વધુ મતદાનનું સાક્ષી બનશે. જોકે, આગામી ત્રણ તબક્કામાં જો મતદાનની ટકાવારી થોડી વધી છે તો સ્વતંત્રતા બાદ સૌથી વધુ મતદાનવાળા લોકસભા ચૂંટણી હશે. એસબીઆઇની એક રિસર્ચ રિપોર્ટમાં આ સામે આવ્યું છે.
રેકોર્ડ તોડવાની તરફ મતદાન
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાનું કહેવું છે કે આ વખતે 90 કરોડ મતદારો મતદાન કરશે અને ગત લોકસભા ચૂંટણીના મુકાબલે આ વખતે 8.43 કરોડ મતદારોની સંખ્યા વધી છે. આ વખતે 1.5 કરોડ યુવા પહેલીવાર મતદાન કરશે. તેમની ઉંમર 18 થી 19 વચ્ચે છે. પાંચમા તબક્કા માટે 6 મેના રોજ મતદાન થવાનું છે. SBI ના રિપોર્ટ અનુસાર ચોથા તબક્કાની ચૂંટણી મતદાનની ટકાવાર 67 ટકા થઈ ચૂકી છે, જે 2014 ના 67.6 ટકા મતદાનથી સામાન્ય અંતરથી પાછળ છે.
1947 બાદ સૌથી વધુ મતદાન
SBI ના રિપોર્ટ અનુસાર, જો આ ટ્રેંડ સાથે મતદાન થયું તો આ ગત લોકસભા ચૂંટણીના રેકોર્ડને પાછળ છોડી દેશે. 1947 બાદ પહેલીવાર આટલું મતદાન થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ચોથા તબક્કાનું મતદાન ટ્રેંડમાં 1 ટકાના વધારાથી આવે છે તો આ 1947 બાદ સૌથી વધુ વોટિંગવાળી લોકસભા ચૂંટણી હશે.
57 વર્ષમાં સૌથી વધુ મતદાન
વોટર્સ ગત કેટલાક વર્ષોના ટ્રેંડને જોઇએ તો આંધ્ર પ્રદેશ, અસમ, ગુજરાત અને કર્ણાટકમાં સૌથી વધુ મતદાન થયું છે. 1962 બાદ એમ કહીએ કે સ્વતંત્રતા 57 વર્ષો પછી આટલું વધુ મતદાન જોવા મળ્યું છે. તો બીજી તરફ છત્તીસગઢમાં 15 વર્ષ પછી મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં 30 વર્ષ બાદ આટલું વધુ મતદાન થયું છે. તેનાથી સ્પષ્ટ થયું છે કે દેશની જનતા પોતાના અધિકાર તરીકે જવાબદારને લઇને ખૂબ જાગૃત થઇ છે. તેની પાછળ ચૂંટણી કમિશન અને સિવિલ સોસાયટીથી માંડીને બધાનું યોગદાન સામેલ છે, જેમણે મતદાન પ્રત્યે જાગૃતતા અભિયાન ચલાવ્યા છે.
યંગ બ્રિગેડે કર્યું મતદાન
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ભારત ચૂંટણીમાં યંગ બ્રિગેડથી માંડીને વડીલો અને મહિલાઓએ ભાગ લીધો છે. રિપોર્ટ અનુસાર અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ (આંશિક), રાજસ્થાન (આંશિક) જેવા રાજ્યોમાં સરેરાશ યુવા મતદાન (18 થી 25 વર્ષ)ની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. તેમાં 3.3 ટકાનો વધારો થયો છે.
વડીલોના મતદાનની ટકાવારી વધી
મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલ જેવા રાજ્યોમાં જ્યાં વડીલોની વસ્તી રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે, ત્યાં પણ સરેરાશ મતદાનમાં 1.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. મહિલા મતદાન માટે મતદાનની ટકાવારીમાં સુધારો જોવા મળ્યો છે. તેના લીધે જન-ધન, મુદ્વા ઉજ્જવલા યોજનાઓ જેવા ઉપાય છે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે