પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના મહારાણી Margrethe II ને મળ્યા, જુઓ Photos

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસના બીજા દિવસ ડેનમાર્ક પહોંચ્યા. અહીં તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના મહારાણી Margrethe II ને મળ્યા, જુઓ Photos

કોપનહેગન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસના બીજા દિવસ ડેનમાર્ક પહોંચ્યા. અહીં તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી Mette Frederiksen પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અન્ય કાર્યક્રમો ઉપરાંત પીએમ મોદી ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે દ્વિતીય ( Margrethe II)ને પણ મળ્યા. પેલેસમાં પણ તેમનું અત્યંત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 

— Narendra Modi (@narendramodi) May 3, 2022

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ  બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાણીના શાસનના 50 વર્ષ પૂરા થતા તેમને શુભેચ્છાઓ પણ પાઠવી. 

Prime Minister felicitated Her Majesty on the occasion of the Golden Jubilee of her reign. pic.twitter.com/7DGqMz0n2j

— Arindam Bagchi (@MEAIndia) May 3, 2022

અત્રે ખાસ જણાવવાનું કે 82 વર્ષના મહારાણી માર્ગ્રેથે દ્વિતીય 1972થી ડેનમાર્કના શાસક છે. ડેનમાર્ક રાજાશાહી દુનિયામાં સૌથી જૂના દેશોમાંથી એક છે. બાગચીએ વધુમાં કહ્યું કે ડેનમાર્કના મહારાણી માર્ગેથે દ્વિતીયએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમને શાસનકાળની સુવર્ણજયંતી પર શુભેચ્છાઓ પાઠવી. 

રાજમહેલમાં કરી મુલાકાત
પીએમ મોદીએ ડેનમાર્કના મહારાણી સાથે તેમના રાજમહેલમાં મુલાકાત કરી. એમાલિનબોર્ગ કાસલમાં ક્રિશ્ચિયન સપ્તમ મહેલમાં પીએમ મોદી માટે ડિનરનું આયોજન કરાયું હતું. આ દરમિયાન મહારાણી માર્ગ્રેથે દ્વિતીય અને ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સન તથા યુવરાજ દંપત્તિ ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક અને ક્રાઉન પ્રિન્સેસ મેરી પણ હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news