PM Modi in Denmark: ભારતીયોનો PM મોદી માટે અઢળક પ્રેમ જોઈને નવાઈ પામી ગયા ડેનમાર્કના પીએમ, કહી આ વાત

Denmark PM Mette Frederiksen address to Indian Community: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મનીથી તેઓ ડેનમાર્ક ગયા. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. 

PM Modi in Denmark: ભારતીયોનો PM મોદી માટે અઢળક પ્રેમ જોઈને નવાઈ પામી ગયા ડેનમાર્કના પીએમ, કહી આ વાત

Denmark PM Mette Frederiksen address to Indian Community: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મનીથી તેઓ ડેનમાર્ક ગયા. પ્રવાસના બીજા દિવસે તેમણે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડેરિક્સેન સાથે મુલાકાત કરી અને બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર તથા વૈશ્વિક હિતોના વિષયો ઉપર પણ ચર્ચા કરી. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. 

મંગળવારે બપોરે ડેનમાર્કની રાજધાની કોપેનહેગનના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સેન તેમને પીએમ આવાસ ઉપર પણ લઈ ગયા. તેમણે ત્યાં પીએમ મોદીને એક પેન્ટિંગ પણ દેખાડી જેની ચર્ચા ભારતમાં થઈ રહી છે. આ પેન્ટિંગ તેઓ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમને ભેટમાં આપી હતી. પત્તાચિત્રનું આ પેન્ટિંગ ઓડિશાની લોકકળા સંલગ્ન છે. જેને ફ્રેડરિક્સને પોતાના ઘરમાં સજાવ્યું છે. 

ભારતીયોનો પ્રેમ જોઈ ગદગદ થઈ ગયા ડેનમાર્કના પીએમ
પીએમ મોદીએ પોતાના પ્રવાસ દરમિયાન ડેનમાર્કમાં રહેતા ભારતીયોને પણ સંબોધન કર્યું. આ અગાઉ ડેનમાર્કના પીએમએ પણ ભારતીયોને સંબોધ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે અહીં હાજર રહીને મને ખુબ આનંદ થઈ રહ્યો છે. મને ખુબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કે અમે તમારું સ્વાગત કરી શક્યા. મારા મિત્ર નરેન્દ્ર મોદી. એકવાર ફરીથી હું તમારું સ્વાગત કરું છું. 

પીએમ મેટે ફ્રેડરિક્સેને કહ્યું કે ડેનમાર્કમાં રહેતા અને ડેનમાર્કમાં કામ કરનારા તમામ ભારતીયોનો આભાર. તેમણે ડેનિશ સમાજમાં પોતાનું હકારાત્મક યોગદાન આપ્યું છે. પીએમ મોદીનું ભારતીયોએ જે રીતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું તે જોઈને ડેનિશ પીએમ દંગ રહી  ગયા. તેમણે કહ્યું કે મારે કહેવું પડશે કે તમને એક રાજનેતાનું સ્વાગત કરવાનું બહુ સારી રીતે આવડે છે. કૃપા કરીને આ ડેનમાર્કની જનતાને પણ શીખવાડો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news