ફેક ન્યૂઝનો નાનકડો ટુકડો તોફાન લાવી શકે છે, લોકોને શિક્ષિત કરવા પડશે- PM મોદી

PM Modi News:  તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના ચિંતન શિબિરને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણે નક્સલવાદના તમામ રૂપોને હરાવવા પડશે પછી ભલે તે બંદૂક ચલાવવાનું હોય કે કલમ ચલાવવાનું, આપણે તે બધાનું સમાધાન શોધવું પડશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ સરકારોએ, આતંકવાદના ગ્રાઉન્ડ નેટવર્કને ધ્વસ્ત કરવા માટે જવાબદારીથી કામ કર્યું છે.

ફેક ન્યૂઝનો નાનકડો ટુકડો તોફાન લાવી શકે છે, લોકોને શિક્ષિત કરવા પડશે- PM મોદી

PM Modi News:  તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના ચિંતન શિબિરને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આપણે નક્સલવાદના તમામ રૂપોને હરાવવા પડશે પછી ભલે તે બંદૂક ચલાવવાનું હોય કે કલમ ચલાવવાનું, આપણે તે બધાનું સમાધાન શોધવું પડશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ સરકારોએ, આતંકવાદના ગ્રાઉન્ડ નેટવર્કને ધ્વસ્ત કરવા માટે જવાબદારીથી કામ કર્યું છે. આપણે આપણી તાકાતોને મેળવીને તેને સંભાળવાની જરૂર છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'આપણી યુવા પેઢીને ભ્રમિત કરવા માટે આવી વાહિયાત વાતો કરે છે લોકો, જેનાથી દેશને ખુબ નુકસાન થાય છે. જે રીતે આપણે નક્સલ પ્રભાવિત જિલ્લાઓ પર ફોક્સ કર્યું છે તે જ રીતે તેમણે હવે તેમનો ઈન્ટલેક્ચ્યુલ દાયરો તે જગ્યાઓ પર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જે આવનારી પેઢીઓમાં વિકૃત માનસિકતા પેદા કરી શકે છે. એક બીજા પ્રત્યે નફરત પેદા કરી શકે છે, ઈમોશનલ ચીજોને આઉટ ઓફ પ્રોપોર્શન ઉછાળીને સમાજના અનેક ટુકડામાં ખાઈ પેદા કરી શકે છે. આપણે આવી કોઈ ચીજને દેશમાં ચાલવા દેવાની નથી.'

ફેક ન્યૂઝનો નાનો ટુકડો તોફાન લાવી શકે છે
પીએમ મોદીએ કહ્યું કે 'કાયદાનું પાલન કરનારા નાગરિકોની સુરક્ષા અને અધિકારો માટે, નકારાત્મક તાકાતો વિરુદ્ધ કડક કાર્યવાહી આપણી જવાબદારી છે. ફેક ન્યૂઝનો નાનો ટુકડો સમગ્ર દેશમાં તોફાન લાવી શકે છે. આપણે લોકોને કઈ પણ ફોરવર્ડ કરતા પહેલા વિચારવા માટે શિક્ષિત કરવા પડશે, વિશ્વાસ કરતા પહેલા ખરાઈ કરો.'

નિરંતર પ્રક્રિયાઓમાં સુધારો કરતા ચાલ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે 'કાયદો વ્યવસ્થા જાળવી રાખવી એક 24X7 વાળું કામ છે પરંતુ કોઈ પણ કામમાં એ પણ જરૂરી છે કે આપણે સતત પ્રક્રિયાઓમાં સુધારો કરતા રહીએ, તેમને આધુનિક  બનાવીએ. તેમણે કહ્યું કે આપણે 5જી યુગમાં પ્રવેશ કર્યો. 5જીના અનેક ફાયદા છે અને તે માટે જાગૃતતા પણ જરૂર છે. 5જી સાથે ફેશિયલ રેકગ્નાઈઝેશન ટેક્નોલોજી, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઈઝેશન ટેક્નોલોજી, ડ્રોન અને સીસીટીવી ટેક્નોલોજીમાં અનેક ગણો સુધારો થશે. આપણે અપરાધની દુનિયાથી 10 ડગલાં આગળ રહેવું પડશે.'

આ Video પણ ખાસ જુઓ...

પીએમ મોદીએ કહ્યું કે, સાઈબર ક્રાઈમ હોય કે પછી ડ્રોન ટેક્નોલોજીના હથિયારો અને ડ્રગ્સ તસ્કરીમાં ઉપયોગ, આ માટે આપણે નવી ટેક્નોલોજી પર કામ કરતા રહેવું પડશે. સ્માર્ટ ટેક્નોલોજીથી કાયદા-વ્યવસ્થાને સ્માર્ટ બનાવવાનું શક્ય બનશે. પ્રધાનમંત્રીએ પોલીસ માટે 'એક રાષ્ટ્ર, એક વર્દી'નો વિચાર રજૂ કરતા કહ્યું કે તેને થોવું જોઈએ નહીં પરંતુ તેના પર વિચાર કરવો જોઈએ. તેમણએ કહ્યું કે પોલીસ અંગે સારી ધારણા બનાવી રાખવી મહત્વપૂર્ણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news