No scientist in india: વિશ્વનાં 4000 ટોપનાં વૈજ્ઞાનિકોમાં ભારતનાં માત્ર 10 !

Make in india અને Skill india જેવા વડાપ્રધાન મોદીનાં મહત્વ કાંક્ષી પ્રોજેક્ટ વચ્ચે No scientist in india જેવી પરિસ્થિતી સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અનેક પ્રખ્યાત સોશિયલ સાઇન્સ ઇન્ટિટ્યૂટ છે, જેમ કે ISC,IIT, TIFR,JNU અને TISS તેમ છતા પણ વિશ્વનાં સૌથી શ્રેષ્ઠ સંસોધકોની યાદીમાં ભારતના માત્ર 10 લોકો જ પોતાનું નામ નોંધાવી શકાય છે. એટલે સુધી કે આ લિસ્ટમાં રહેલા કેટલાક વૈજ્ઞાનિકોનાં દેશણાં ટોપનાં ઇંસ્ટિટ્યુટ પણ નથી. ક્લોરિવેટ એનાલિટિક્સ દ્વારા વિશ્વનાં સૌથી પ્રભાવશાળી 4000 સંશોધકોની એક યાદી બહાર પાડવામાં આવી હતી. 
No scientist in india: વિશ્વનાં 4000 ટોપનાં વૈજ્ઞાનિકોમાં ભારતનાં માત્ર 10 !

નવી દિલ્હી : Make in india અને Skill india જેવા વડાપ્રધાન મોદીનાં મહત્વ કાંક્ષી પ્રોજેક્ટ વચ્ચે No scientist in india જેવી પરિસ્થિતી સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અનેક પ્રખ્યાત સોશિયલ સાઇન્સ ઇન્ટિટ્યૂટ છે, જેમ કે ISC,IIT, TIFR,JNU અને TISS તેમ છતા પણ વિશ્વનાં સૌથી શ્રેષ્ઠ સંસોધકોની યાદીમાં ભારતના માત્ર 10 લોકો જ પોતાનું નામ નોંધાવી શકાય છે. એટલે સુધી કે આ લિસ્ટમાં રહેલા કેટલાક વૈજ્ઞાનિકોનાં દેશણાં ટોપનાં ઇંસ્ટિટ્યુટ પણ નથી. ક્લોરિવેટ એનાલિટિક્સ દ્વારા વિશ્વનાં સૌથી પ્રભાવશાળી 4000 સંશોધકોની એક યાદી બહાર પાડવામાં આવી હતી. 

પ્રસિદ્ધ વૈત્રાનિક અને વડાપ્રધાનની વૈજ્ઞાનિક સલાહકાર સમિતીનાં પૂર્વ પ્રમુખ સીએનઆર રાવનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યાદીમાં 80 ટકા નામ માત્ર 10 દેશોમાંથી છે. જ્યારે 70 ટકા નામ માત્ર 5 દેશોમાંથી છે. ઇંસ્ટિટ્યુટની વાત કરીએ તો આ યાદીમાં 186 નામ એવા છે, જે હાર્વર્ડ યૂનિવર્સિટી સાથે સંબંધ ધરાવે છે. 

જ્યાં ભારતનું પ્રતિનિધિત્વ ખુબ જ ઓછુંછે, બીજી તરફ આ યાદીમાં 482 નામની સાથે ચીન ત્રીજા નંબર પર છે. 2639 નામ સાથે અમેરિકા ટોપ પર છે. બીજી તરફ 546 નામ સાથે યુકે બીજા નંબર પર છે. 

JNUનાં દિનેશ મોહન, જેમનું નામ આ યાદીમાં છેએ કહ્યું કે, ગત્ત વર્ષ સુધી આ યાદીમાં 5 કરતા પણ ઓછા નામ ભારતમાંથી હતા. તેમણે કહ્યું કે, આ વર્ષે તેમણે ક્રોસ ફિલ્ડ નામની એક કેટેગરીનો સમાવેશ કર્યો છે, ત્યાર બાદ આ નામ આવ્યા છે. રાવે કહ્યું કે, ભારતને ઉદ્ધરણોને યોગ્ય બનાવવા માટે માત્ર અને માત્ર પોતાનાં સંશોધનની ક્વોલિટી પર ફોકસ કરવાની જરૂર છે. આશરે 15 વર્ષ પહેલા ભારત અને ચીન એક સ્તર પર હતા. જો કે ચીન સમગ્ર વિશ્વમાં 15-16 ટકાની ભાગીદારી ધરાવે છે. બીજી તરફ ભારત માત્ર 3-4 ટકા કરે છે. IIT-Rનાં અશોક પાંડેએ કહ્યું કે આ ચિંતાનો વિષય છે, સરકાર અને ભારતનાં વૈજ્ઞાનિકોને આ અંગે ધ્યાન આપવાની જરૂર છે. આઇઆઇટી કાનપુરનાં પ્રોફેસર અવિશાન અગ્રવાલનું નામ પણ આ યાદીમાં છે તેમણે કહ્યું કે, અપ્લાઇડ રિસર્ચને ભારત જેવા દેશોમાં વધારે મહત્વ નથી મળતું. તેમણે કહ્યું કે, આપણે પોતાનું રિસર્ચ ઇકોસિસ્ટમ વધારે મજબુત કરવાની જરૂર છે. 

આ યાદીમાં NIT ભોપાલનાં આલોક મીત્તલ અને જ્યોતી મિત્તલ (આલોક અને જ્યોતી પતિ-પત્ની છે અને જ્યોતી એક માત્ર મહિલા રિસર્ચર છે જેનો યાદીમાં સમાવેશ થયો હોય) આઇઆઇટી મદ્રાસનાં રજનીશ કુમાર, ઇંસ્ટિટ્યુટ ઓફ લાઇફ સાયન્સ ભુવનેશ્વરનાં સંજીવ સાહુ, ઇન્ટરનેશનલ કોર્પ રિસર્ચ ઇંસ્ટિટ્યુટનાં રાજીવ વાષર્ણેય અને કોઇમ્બતુરની ભારતિયાર યૂનિવર્સિટીનાં સ્કિથવેલ રાથિનાસ્વામીનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news