ઓલીના કોલથી ઓગળ્યો 'સંબંધોનો બરફ', ભારત-નેપાળ વચ્ચે આજે થશે વાતચીત

નેપાળ-ભારત વચ્ચે સરહદ વિવાદને કારણે થીજેલો બરફ ઓગળતો જોવા મળે છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma oli) દ્વારા 15 ઓગસ્ટે પીએમ મોદી (PM Modi)ને ફોન કર્યા બાદ ભારત હવે તેમની સાથે વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. 17મી ઓગસ્ટે કાઠમંડુમાં યોજાનારી આ બેઠક નેપાળમાં ભારત દ્વારા ચલાવવામાં આવતા વિકાસલક્ષી પ્રોજેક્ટ પર આધારિત હશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક સાથે બંને દેશોમાં રાજદ્વારી સંવાદના માર્ગ પણ ખોલી શકાશે.

ઓલીના કોલથી ઓગળ્યો 'સંબંધોનો બરફ', ભારત-નેપાળ વચ્ચે આજે થશે વાતચીત

નવી દિલ્હી: નેપાળ-ભારત વચ્ચે સરહદ વિવાદને કારણે થીજેલો બરફ ઓગળતો જોવા મળે છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma oli) દ્વારા 15 ઓગસ્ટે પીએમ મોદી (PM Modi)ને ફોન કર્યા બાદ ભારત હવે તેમની સાથે વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. 17મી ઓગસ્ટે કાઠમંડુમાં યોજાનારી આ બેઠક નેપાળમાં ભારત દ્વારા ચલાવવામાં આવતા વિકાસલક્ષી પ્રોજેક્ટ પર આધારિત હશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક સાથે બંને દેશોમાં રાજદ્વારી સંવાદના માર્ગ પણ ખોલી શકાશે.

તમને જણાવી દઈએ કે, ભારતમાં ઉત્તરાખંડની કલાપાણી, લિપુલેખ અને લિમ્પુધરાને તેમના નકશામાં બતાવ્યા પછીથી નેપાળ-ભારત સરહદ વિવાદ ચાલી રહ્યો છે. નેપાળના કોમ્યુનિસ્ટ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ તેમના દેશમાં ફેલાયેલા કોરોનાને ભારત તરીકે વર્ણવતા કહ્યું કે, અસલી અયોધ્યા નેપાળમાં છે. ભારતે નકલી અયોધ્યા બનાવીને સાંસ્કૃતિક અતિક્રમણ કર્યું છે. નેપાળના વિદેશમંત્રી પ્રદીપ જ્ઞાવાલીએ પણ ભારત વિરુદ્ધ અનેક કડવા નિવેદનો આપ્યા હતા. પરંતુ ભારતે તેમના આક્ષેપોનો જવાબ આપવાને બદલે મૌનની નીતિ અપનાવી.

બંને દેશોનો બરફ ત્યારે ઓગળતો જોવા મળ્યો હતો. જ્યારે 15 ઓગસ્ટના રોજ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય બનવા બદલ ભારતને અભિનંદન આપ્યા હતા. આશરે 10 મિનિટ ચાલેલી આ વાતચીતના બીજા દિવસે બંને દેશોએ નેપાળમાં રાજદ્વારી વાટાઘાટોની ઘોષણા કરી.

મળતી માહિતી મુજબ કાઠમંડુમાં યોજાનારી આ બેઠકમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી ભાગ લેશે. આ બેઠકમાં નેપાળમાં ભારત દ્વારા સંચાલિત પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે, ભારત-નેપાળે આર્થિક અને વિકાસ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે 2016માં એક મિકેનિઝમની સ્થાપના કરી હતી. આ મિકેનિઝમ અંતર્ગત બંને દેશોના અધિકારીઓ નિયમિતપણે બેઠક કરતા રહે છે. જો કે, આ વખતે આવા સમયે આ બેઠક યોજાઈ રહી છે. જ્યારે ઘણા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વિવાદ ચાલે છે. તેથી, આ બેઠક આ વખતે વિશેષ માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news