અમેરિકા: સિનસિનાટીમાં અનેક ઠેકાણે ફાયરિંગની ઘટના, અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ

અમેરિકા (America) ના સિનસિનાટી (Cincinaati) માં અનેક જગ્યાઓ પર ફાયરિંગ (Firing) ની ઘટના ઘટી છે જેમાં 18 લોકો તેનો ભોગ બન્યાં છે. ફાયરિંગની આ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે.  પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવોનડેલમાં ફાયરિંગમાં ઘાયલ 21 વર્ષના એન્ટોનિયો બ્લેયરનું હોસ્પિટલમાં મોત થયું. 
અમેરિકા: સિનસિનાટીમાં અનેક ઠેકાણે ફાયરિંગની ઘટના, અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ

સિનસિનાટી: અમેરિકા (America) ના સિનસિનાટી (Cincinaati) માં અનેક જગ્યાઓ પર ફાયરિંગ (Firing) ની ઘટના ઘટી છે જેમાં 18 લોકો તેનો ભોગ બન્યાં છે. ફાયરિંગની આ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે.  પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એવોનડેલમાં ફાયરિંગમાં ઘાયલ 21 વર્ષના એન્ટોનિયો બ્લેયરનું હોસ્પિટલમાં મોત થયું. 

સહાયક  પોલીસ પ્રમુખ પોલ ન્યૂડીગેટે જણાવ્યું કે શહેરના ઓવર ધ રિને વિસ્તારમાં ફાયરિંગની એક ઘટનામાં 10 લોકોને ગોળી વાગી જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું જ્યારે બીજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો. તેની ઓળખ 34 વર્ષના રોબર્ટ રોગર્સ અને 30 વર્ષના જેક્વિઝ ગ્રાન્ટ તરીકે થઈ છે. 

આ ઉપરાંત પાડોશના વોલનટ હિલ્સમાં 3 લોકોને ગોળી વાગી જ્યારે એવન્ડેલમાં ચાર લોકોને ગોળી વાગી. મીડિયા સમૂહોએ જણાવ્યું કે એક બીજાથી લગભગ એકથી દોઢ કિલોમીટરના અંતરે આ ફાયરિંગની ઘટનાઓ થઈ છે. 

ન્યૂડીગેટે કહ્યું કે આ ત્રણેય ઘટનાઓ એક બીજાથી અલગ લાગે છે પરંતુ ભયાનક છે. આ ઘટનાઓમાં કુલ 8 લોકોના જીવ ગયા છે. જ્યારે ઘાયલ થયેલા  લોકોમાંથી કેટલાકની હાલત ખુબ ગંભીર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news