પીએમ મોદી પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત ત્યારે બિહારના CM નીતિશકુમારે આપી દીધું મોટું નિવેદન
રવિવારે બિહારના દરભંગામાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એનઆરસી અને એનપીઆર પર નીતિશકુમારે મોટું નિવેદન આપ્યું છે
Trending Photos
પટણા : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે બિહારના દરભંગા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એનઆરસી અને એનપીઆર વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બિહારમાં એનસીઆર લાગુ નહીં કરવામાં આવે. એનપીઆર પર નિવેદન આપતી વખતે નીતિશ કુમારે કહ્યું છે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પણ 2010ની જેમ જ કરવામાં આવશે. નીતિશ કુમારે દરભંગાની મૌલાના આઝાદ યુનિવર્સિટીમાં આ વાત કરી છે.
સીએમ નીતિશ કુમારે આ પહેલાં પણ નિવેદન આપ્યું છે કે બિહારમાં એનઆરસીની જરૂર નથી જેના કારણે બિહારમાં એ લાગુ નહીં કરવામાં આવે. જોકે એનપીઆર વિશે નીતિશ કુમારે પહેલીવાર એવું નિવેદન આપ્યું છે જે બીજેપી કરતા અલગ છે. આમ, વડાપ્રધાન મોદી અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત છે ત્યારે એક નવો વિરોધી મોરચો ખુલી રહ્યો છે.
Bihar Chief Minister Nitish Kumar in Darbhanga: National Register of Citizens (NRC) will not be implemented here and National Population Register (NPR) should be done on the same basis as was done in 2010, not any other way. pic.twitter.com/lJ8x4aTMlF
— ANI (@ANI) February 23, 2020
નીતિશ કુમારે પોતાના સંબોધનમાં મૌલાના અબુલ કલામ આઝાદની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે બાપુને લોકો યાદ રાખતા હતા એ રીતે જ મૌલાના આઝાદને પણ યાદ રાખવા પડશે કારણ કે તેઓ પણ દેશના વિભાજનની વિરૂદ્ધ હતા. નીતિશ કુમારના આ નિવેદનથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેઓ ચૂંટણી માટે લઘુમતીઓને સાધવા ઇચ્છે છે અને આ કારણે જ તેમના માટે અનેક યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે