ટ્રમ્પ બોલ્યા, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું

24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી (PM Modi) નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, સ્ટેડિયમમાં 1 વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના આગમનની રાહ જોઈને બેસ્યા હતા. 

ટ્રમ્પ બોલ્યા, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું

ઝી મીડિયા/બ્યૂરો :24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી (PM Modi) નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. કહેવાય છે કે, સ્ટેડિયમમાં 1 વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના આગમનની રાહ જોઈને બેસ્યા હતા. 

ટ્રમ્પનું સંબોધન 
નમસ્તે કહીને ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેઓ બોલ્યા કે, આ એક ગ્રેટ ઓનર છે. ગ્રેટ ચેમ્પિયન ઓફ ઈન્ડિયા ગણાવ્યા. અમેરિકા ભારતને રિસ્પેક્ટ કરે છે, તથા ભારતીય લોકોને આવકારે છે. પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે આજે ભારતે અમે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આવકાર્યાં છે. મોટેરા સ્ટેડિયમ બહુ જ સુંદર છે. આ ભવ્ય વેલકમ માટે તમારો આભાર. મારા અને મારા પરિવાર માટે આ ગર્વની બાબત છે. અમે આ સ્વાગત હંમેશા યાદ રાખીશું. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ પોતાની જિંદગીમાં ઘણી મહેનત કરી છે અને ચાવાળા તરીકે શરૂઆત કરી. તેમણે પોતાના પિતાની ચાની દુકાન પર કામ કર્યું. પીએમ મોદીને આજે દરેક કોઈ પ્રેમ કરે છે. પરંતુ તેઓ ઘણા ટફ છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે, ગત વર્ષે 60 કરોડથી વધુ લોકોએ પીએમ મોદીને વોટ આપ્યા અને સૌથી મોટી જીત અપાવી. તેઓ બોલ્યા કે, પીએમ મોદી આજે ભારતના સક્સેસફુલ લીડર છે. તમે માત્ર ગુજરાતનું જ ગર્વ નથી. 70 વર્ષમાં ભારતનો વિકાસ થયો છે. 20મી સદીમાં આ ઈકોનોમી 6 ગણી વધી છે. ભારતનું પોટેન્શિયલ એક્સિલન્ટ છે.

પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યું છે
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરીશ. જેમાં અમે અનેક ડિલ પર વાત કરીશું. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. અમે ભારતને જલ્દી જ સૌથી ખતરનાક મિસાઈલ અને હથિયાર આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું. ઈસ્લામિક આતંકવાદની વિરુદ્ધ અમેરિકા લડાઈ લડી રહ્યું છે. આપણા દેશ ઈસ્લામિક આતંકવાદના શિકાર રહ્યાં છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં ISIS ને નાબૂદ કર્યું, અને અલ બગદાદીનો ખાત્મ કર્યો. અમે આતંકવાદની વિરુદ્ધ મોટા એક્શન લઈ રહ્યાં છે. પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનને આતંકવાદની વિરુદ્ધ એક્શન લેવું હશે, દરેક દેશને પોતાને સુરક્ષિત કરવાનો અધિકાર છે.

ટ્રમ્પ બોલ્યા કે, ગુજરાત સ્પેશિયલ સ્થળ છે. તેથી તમારા બધાનો આભાર. અમેરિકાની ઈકોમોની પહેલા ક્યારેય થઈ ન હતી તે રીતે બૂમ કરી રહી છે. અમારી મિલીટરી પહેલા કરતા વધુ સ્ટ્રોન્ગર બની છે. તે વિશ્વની મોસ્ટ પાવરફુલ મિલીટર બની છે. અમે મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત કરી. અમે અહીંથી મેજિસ્ટક તાજમહેલ જોવા જઈશું. બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે હું અને વડાપ્રધાન મોદી ચર્ચા કરીશું. અમે ઈન્ડિયા સાથે વેપાર ડિલ કરીશું. આવતીકાલે અમે ભારત સાથે હેલિકોપ્ટર કરાર કરીશું. 

— ANI (@ANI) February 24, 2020

અમેરિકન પ્રેસિડન્ટે પોતાના સંબોધનમાં સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ડીડીએલજે ફિલ્મ, બોલિવુડ, સચીન તેંડુલકર તથા વિરાટ કોહલી જેવા મહાનુભાવોને યાદ કર્યાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, ભારત આજે પોતાના લોકોમાં વિશ્વાસ જીતે છે, જોકે, અમેરિકા અને હિન્દુસ્તાન એક જેવા દેશો છે. અમેરિકા અને ભારતમાં અનેક સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ આ દરમિયાન સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ બોલ્યા કે, ભારત દર વર્ષે 2000થી વધુ ફિલ્મો બનાવે છે, જે બોલિવુડ છે. સમગ્ર દુનિયામાં તેનું સ્વાગત કરવામાં આવે છે. લોકો ભાંગડા મ્યૂઝિકનો ઉલ્લેખ કરે છે. લોકોને ડીડીએલજે પણ બહુ પસંદ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, ભારતે દુનિયાને સચીન, વિરાટ કોહલી જેવા મોટા પ્લેયર્સ પણ આપ્યા છે. 

અમેરિકન રાષ્ટ્રપતિ બોલ્યા કે, પીએમ મોદી ન માત્ર ગુજરાતના, પરંતુ સમગ્ર દેશના ગર્વ છે. જે અસંભવને શક્ય બનાવી શકે છે. વડાપ્રધાનની આગેવાનીમાં આજે ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આ વિકાસની યાત્રા દુનિયા માટે ઉદાહરણરૂપ છે. આજે ભારત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી શક્તિ બની ગયું છે. ભારતે એક દાયકાની અંદર જ અનેક કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન ઉજ્જવલા યોજના, ઈન્ટરનેટ સુવિધા, વડાપ્રધાન આવાસ યોજના જેવી મોદી સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ બોલ્યા કે, આજે ભારત એક મોટી શક્તિ બનીને ઉભર્યું છે. જે આ સદીની સૌથી મોટી બાબત છે. જે એક શાંતિપૂર્ણ દેશ હોવાની સાથે મેળવ્યું છે.  

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં હોળી, દિવાળી જેવા તહેવારોનો પણ ઉલ્લેખ કર્યો. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે ભારતમાં હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ સહિત અને ધર્મોના લોકો કરહે છે. જે ડઝનેક ભાષા બોલે છે. તેમાં છતાં અહીં દેશમાં એક શક્તિની જેમ લોકો રહે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ ત્યાંના વિકાસ માટે મોટું યોગદાન આપ્યું છે. અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેન ગુજરાતમાંથી આવે છે. આવામાં અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવા અમે તમારો આભાર માનીએ છીએ. 

પીએમ મોદીએ ટ્રમ્પના આભાર માન્યો 
ટ્રમ્પના સંબોધન બાદ પીએમ મોદીએ પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માનતા કહ્યું હતું કે, તમે ભારત માટે જે કહ્યું, ભારતના લોકોને યાદ કર્યા, ભારતની સંસ્કૃતિ વિશે કહ્યું, મારા વિશે પણ ઘણું કહ્યું, તે માટે દરેક ભારતવાસી તરફથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. તેઓએ ન માત્ર ભારતનું ગૌરવ વધાર્યું છે, પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોને સન્માન આપ્યું છે. તમે જ્યાંથી ભારતીયોને સંબોધન કર્યું છે તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અહીં તમારું આવવું ખેલ જગત સાથે જોડાયેલ દરેક વ્યક્તિને ઉત્સાહિત કરશે. હું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનો આભાર માનું છું કે, તેઓએ આ કાર્યક્રમ માટે વેન્યુ ઉપબલ્ધ કરાવ્યું. બે વ્યક્તિ હોય કે બે દેશોના સંબંધ, સૌથી મોટો આધાર વિશ્વાસ હોય છે. તન મિત્રમ, યત્ર વિશ્વાસ.... છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વાસ જેટલો મજબૂત થયો છે તે ઐતિહાસિક છે. અમેરિકાની યાત્રામાં મેં આ યાત્રાને દિલથી જોઈ છે. હું વોશિંગ્ટનમાં ટ્રમ્પને પહેલીવાર મલ્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે, ઈન્ડિયા ઈઝ ટ્રુ ફ્રેન્ડ ઓફ વ્હાઈટ હાઉસ. અમેરિકામાં રહેતા ભારતીયો તેની પ્રગતિ અને સહયાત્રી હોવાનો ગર્વ અનુભવે છે. આજે 130 કરોડ ભારતવાસી મળીને ન્યૂ ઈન્ડિયા બનાવી રહ્યું છે. 

મોટેરામાં પીએમ મોદીનું સંબોધન....
ભારત માતા કીની શરૂઆત સાથે પીએમ મોદીએ સૌથી નમસ્તે ટ્રમ્પ શબ્દને ત્રણવાર ઉચ્ચાર્યો હતો. ‘ઈન્ડિયા-યુએસએ ફ્રેન્ડશિપ, લોંગ લિવ....’ આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસ બનતા જોઈ રહ્યાં છે. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી. આજે મારા મિત્ર તેમની ભારત યાત્રાનો આરંભ નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યાં છે. તમે કલ્પના કરી શકો છો કે તેઓ અમેરિકાથી સીધા અહી પહોંચ્યા છે. ભારત ઉતરતા જ તેમનો પરિવાર સીધા સાબરમતી આશ્રમ ગયા અને બાદમાં આ કાર્યક્રમમાં આવ્યા છે. તમારું હૃદયથી સ્વાગત છે. આ ઘરતી ગુજરાતની છે, પણ તમારા સ્વાગત માટે જોશ આખા હિન્દુસ્તાનનો છે. આ ઉત્સાહ, આકાશ સુધી ગૂંજતો અવાજ, એરપોર્ટથી લઈને સ્ટેડિમય સુધી દરેક જગ્યાએ ભારતની વિવિધતાના રંગ જોવા મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે પ્રેસિડન્ટ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, ઈવાન્કાની ઉપસ્થિતિ ભારત-અમેરિકાના સંબંધોને એક પરિવાર જેવી મીઠાશ અને ઘનિષ્ઠાનો પરિચય આપે છે. તે ગ્રેટર અને ક્લોઝર રિલેશનશિપ છે. આ કાર્યક્રમનું નામ નમસ્તે તેનો અર્થ પણ ઉંડો છે. તે દુનિયાની પ્રાચીનતમ ભાષાઓમાંથી એક સંસ્કૃતનો શબ્દ છે. આ ભવ્ય સમારોહ માટે હું ગુજરાતના લોકો, ગુજરાતમાં રહેતા અન્ય રાજ્યના લોકોને અભિનંદન કરું છું. ટ્રમ્પ, તમે એ ભૂમિ પર છો, જ્યાં 5000 વર્ષ જૂનુ સિટી ધોળાવીરા અને લોથલ રહ્યું છે. આજે તમે એ સાબરમતી નદીના તટ પર છો, જેનો ભારતની આઝાદીમાં મહત્વનું સ્થાન રહ્યું છે. તમે વિવિધતાથી ભરેલા ભારતમાં છો. અમારી રિચ ડાયવર્સિટી, તેમાં યુનિટી, અને તેની વાઈબ્રન્સી ભારત અને અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધનો આધાર છે. 

ભારત અને અમેરિકા વચ્ચે આજે નવો અધ્યાય છે
મને ખુશી છે કે ટ્રમ્પની લિડરશીપમાં ભારત અમેરિકાની મિત્રતા ઊંડી થઈ છે. તે ભારત અને અમેરિકા વચ્ચે નવો અધ્યાય છે, જે પ્રોગ્રેસ અને પ્રોસ્પરિટીનો નવો દસ્તાવેજ બનશે. પ્રેસિડન્ટ હંમેશા મોટું વિચારે છે. તેઓ અમેરિકન ગ્રીનને સાકાર કરવા માટે તેઓએ જે કર્યું દુનિયા તેને સારી રીતે પરિચિત છે. ફર્સ્ટ લેડીનું અહી હોવું અમારા માટે મોટા સન્માનની વાત છે. હેલ્ધી અને હેપ્પી અમેરિકા માટે તમે જે કર્યું, તેના સારા પરિણામ મળી રહ્યાં છે. સમાજમાં બાળકો માટે તમે જે કરી રહ્યા છો તે પ્રશંસનીય છે. મને ખુશી છે કે ઈવાન્કા ફરીથી આપણી વચ્ચે છે, તમારું સ્વાગત છે. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈના પણ વખાણ કર્યાં હતા. 

https://lh3.googleusercontent.com/--WjQGz65wMc/XlODG_s0W5I/AAAAAAAAKQQ/c5vNUb71wls43DLIp_hamDMYGenXFZTcwCK8BGAsYHg/s0/ERhqTExUYAMF6is.jpg

મોટેરા સ્ટેડિયમમાં જ્યારે આ અભૂતપર્વ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલી, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ તથા પરિમલ નથવાણી સ્ટેડિયમમાં બિરાજમાન જોવા મળ્યા હતા. તો સાથે જ ટ્રમ્પ દંપતી તથા ઈવાન્કા ટ્રમ્પ સ્ટેડિયમમાં પહોંચીને ભારે ઉત્સાહિત જોવા મળ્યા છે. 

સમગ્ર રોડ શો દરમિયાન ટ્રમ્પ પરિવારને આવકારવા માટે 22 કિલોમીટર લાંબા રોડ શોમાં બંને તરફ જનમેદની ઉમટી પડી હતી. ગાંધી આશ્રમથી રોડ શોનો કાફલો ભાટ ગામ પહોંચ્યો હતો અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. જ્યાં લાખો લોકો ટ્રમ્પની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સ્ટેડિયમની બહારના નજારાની વાત કરીએ તો સર્વત્ર ભારત તથા અમેરિકાનો રાષ્ટ્રધ્વજ લાગેલા છે. જે ંબને દેશો વચ્ચેની અતૂટ મિત્રતા બતાવે છે. 

આ પહેલા ગાંધી આશ્રમની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બૂકમાં મેસેજ લખ્યો હતો કે, ટુ માય ડિયર ફ્રેન્ડ પ્રાઈમ મિનીસ્ટર મોદી, થેંક્યૂ ફોર ધીસ વન્ડરફૂલ મેસેજ.... 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news