Anantnag Encounter Martyr: રાજકીય સન્માન સાથે થયા શહીદ મેજર આશીષના અંતિમ સંસ્કાર, ગૂમ જવાનનો મૃતદેહ મળ્યો

Last Rites Of Martyr Major Ashish: પાનીપતમાં મેજર આશીષના પૈતૃક ગામમાં તેમને ભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી. તેમની અંતિમ યાત્રાની સાથે લાંબો કાફલો જોવા મળ્યો. લોકોએ ફૂલોના વરસાદથી શહીદ મેજર આશીષને વિદાય આપી. 

Anantnag Encounter Martyr: રાજકીય સન્માન સાથે થયા શહીદ મેજર આશીષના અંતિમ સંસ્કાર, ગૂમ જવાનનો મૃતદેહ મળ્યો

Martyr Major Ashish Last Rites: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા મેજર આશીષને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. બુધવારે મેજર આશીષ શહીદ થયા હતા. કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા મેજર આશીષ ઘૌંચકનો પાર્થિવ દેહ પાનીપતમાં તેમના પૈતૃક ગામ બિંઝોલ પહોંચ્યો અને અહીં ભીની આંખે તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેમની અંતિમ યાત્રા વખતે લગભઘ એક કિલોમીટર લાંબો કાફલો ચાલ્યો. અંતિમ વિદાય આપવા માટે રસ્તાની બંને બાજુ લોકોની ભારી ભીડ જોવા મળી. રસ્તાની બંને બાજુ લોકોએ ફૂલો વરસાવીને શહીદ મેજર આશીષ ઘૌંચકને અંતિમ વિદાય અપાઈ. 

મેજર આશીષે દેશ માટે આપી શહાદત
શહીદ મેજર આશીષ ઘૌંચકે સેનામાં મોટો રૂતબો મેળવ્યો હતો. દેશની સુરક્ષાને પોતાનું પહેલું કર્તવ્ય સમજનારા મેજર આશીષની શહાદત પર આખો દેશ ગર્વ કરી રહ્યો છે. પરંતુ દુખનો જે પહાડ શહીદના પરિવાર પર તૂટી પડ્યો છે તેનો કદાચ કોઈ મલમ નહીં હોય. વૃદ્ધ માતા પિતા, એક પત્ની, 2 વર્ષની બાળકી અને 3 બહેનો માટે હવે ઈન્તેજાર ક્યારેય પૂરો નહીં થાય. 

અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ
નોંધનીય છે કે અનંતનાગમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. લશ્કરના બે આતંકીઓની ચારેબાજુથી ઘેરાબંધી કરાઈ છે. ગુરુવારના રોજ અથડામણ દરમિયાન ગોળીઓનો અવાજ સંભળાયો હતો. પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. હેલિકોપ્ટરથી સમગ્ર ઓપરેશનની નિગરાણી થઈ રહી છે. 

આતંકીઓ ઘાત લગાવીને કર્યો હુમલો
આ વિસ્તારમાં લગભગ 50 કલાકથી વધુ સમયથી ઓપરેશન ચાલુ છે. બુધવારે સવારે આતંકીઓએ ગાઢ જંગલમાં ઘાત લગાવીને હુમલો કર્યો જેમાં સુરક્ષાદળોના 4 કર્મી શહીદ થયા. એક જવાન ગુમ હતો. જેમનો મૃતદેહ આજે મળી આવ્યો. તેઓ શહીદ કર્નલના એસ્કોર્ટમાં હતા. સેના, પોલીસ ઓપરેશનને અંજામ આપવા માટે ડ્રોન અને અન્ય હાઈટેક ગેઝેટ્સ જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે. સુરક્ષાદળો દ્વારા ઓપરેશન દરમિયાન બે આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા. જ્યાંથી કાલે એક એકે 47 રાઈફલ, ગોળા બારૂદ, ભોજન અને વાસણો મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ 14 સપ્ટેમ્બરે સેનાએ ઉરી અને બારામુલ્લામાં એક ચેકપોસ્ટ લગાવી હતી. જ્યાંથી બે સંદિગ્ધ મળ્યા. તેમની પાસેથી 2 પિસ્તોલ અને 5 હેન્ડ ગ્રેનેડ મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news