Martyrs News

ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS-IPS અધિકારીઓને સોંપાઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપની અમદાવાદ મુલાકાતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. જેના માટે રાજ્ય અને શહેરના વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને એરપોર્ટથી એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સલામતિ, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ કમિશ્નર આશિષ ભાટિયાને સોંપવામાં આવી છે. એરપોર્ટ પર ટ્રમ્પનું રેડ કાર્પેટ પાથરી સ્વાગત કરવામાં આવશે. જ્યાં ત્રણેય પાંખના ગાર્ડ તેમને સલામી આપશે.
Feb 14,2020, 12:11 PM IST
Video : શહીદોને મદદ કાજે રાજકોટવાસીઓએ ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા
રાજકોટમાં કૃષ્ણ સંગઠન યુવા ગ્રુપના યુવાનો દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાના મવા ચોકમાં લોક ગાયક રાજભા ગઢવીનો ડાયરા યોજાયો હતો. ત્યારે ડાયરામાં એકત્ર થયેલા રૂપિયાને શહીદોના પરિવારને આપવાનું નક્કી કરવામાં આવ્યું. ગઇકાલે યોજાયેલા ડાયરામાં રાજકોટની 5000થી વધુ જનતા ઉપસ્થિત રહી હતી અને ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકોએ શહીદોને મદદ કાજે ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા હતા. આ તમામ રૂપિયા શહીદોના પરિવારને સોંપવામાં આવશે. સાથે જ ડાયરાના અંતે 5000થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Feb 20,2019, 12:50 PM IST

Trending news