Video: મહિલા જજે કહ્યું મેડમ! તમારી જાતે કમાઓ, પતિ પર દયા કરો, જજે આપ્યો જબરદસ્ત ચૂકાદો

Viral Video: કોર્ટ કેસની દલીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મહિલાના વકીલે ભરણપોષણના નામે પતિ પાસેથી દર મહિને 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વકીલે મહિલાના ખર્ચની પણ ગણતરી કરી.

Video: મહિલા જજે કહ્યું મેડમ! તમારી જાતે કમાઓ, પતિ પર દયા કરો, જજે આપ્યો જબરદસ્ત ચૂકાદો

karnataka Judge : પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ ( maitenance case)અંગે ચાલી રહેલા કોર્ટ (bengaluru family court) કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલા વકીલને ચૂપ કરી દીધા હતા. ખરેખર, કોર્ટ કેસની દલીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં મહિલાના વકીલે ભરણપોષણના નામે પતિ પાસેથી દર મહિને 6 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વકીલે મહિલાના ખર્ચની પણ ગણતરી કરી. તેના પર ન્યાયાધીશે કહ્યું કે જો મહિલા પાસે આ પ્રમાણે ખર્ચ છે તો તેને પોતે જાતે કમાવા દો. જજની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર પણ ઘણી વાયરલ થઈ છે.

મહિલાનો ખર્ચ સાંભળ્યા બાદ જજ બગડ્યા
વાયરલ વીડિયોમાં સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને 6 લાખ રૂપિયાની ભરણપોષણની જરૂર છે. કહેવામાં આવ્યું હતું કે ખાવા માટે દર મહિને 60 હજાર રૂપિયા, જૂતા, કપડાં, બંગડીઓ અને અન્ય વસ્તુઓ માટે દર મહિને 15 હજાર રૂપિયાની જરૂર છે. આ સાથે મહિલાના વકીલે જણાવ્યું કે ડોકટરનું બિલ, ફિઝિયોથેરાપી અને ઘૂંટણની સમસ્યાને લગતા અન્ય મેડિકલ ખર્ચ માટે દર મહિને લગભગ 4 થી 5 લાખ રૂપિયાની જરૂર છે.

Wife ask for ₹6,16,300 per month as Maintenance 😳

Wife asked this amount for herself, she Didn’t have Any Children 🤔

Hats off to the Judge Who Said “If she want to spend this much, let her earn, not on the husband" #viralvideo pic.twitter.com/OoP2JIlL5k

— Anuj Prajapati (@anujprajapati11) August 21, 2024

કોર્ટે પૂછ્યું, શું કોઈ દર મહિને આટલો ખર્ચ કરે છે?
કોર્ટમાં કેસની સંપૂર્ણ સુનાવણી બાદ ન્યાયાધીશે કહ્યું કે જો તે ઈચ્છે તો તે પોતે પૈસા કમાઈ શકે છે. કૃપા કરીને કોર્ટને એ જણાવશો નહીં કે વ્યક્તિને કેટલા રૂપિયાની મહિને જરૂર પડે છે. તમે દર મહિને 6,16,300 રૂપિયાનો દાવો કર્યો છે. શું કોઈ દર મહિને આટલો ખર્ચ કરે છે? કોર્ટે કહ્યું કે જો એકલી મહિલાનો ખર્ચો આટલો છે તો તેને પોતે કમાવા દો, તે પતિ પર કેમ નિર્ભર છે. સંભાળ રાખવા માટે કોઈ બાળકો નથી કે અન્ય કોઈ કુટુંબની જવાબદારીઓ નથી. તમે તમારા માટે આ માંગ કરી રહ્યા છો જે યોગ્ય નથી.

ન્યાયાધીશે સ્વીકાર્ય રકમ ચૂકવવાનું કહ્યું
ન્યાયાધીશે તેને બેંગલુરુ ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સ્વીકાર્ય રકમ આપવા માટે ઓર્ડર કર્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો અરજી ફગાવી દેવામાં આવશે તેવું પણ વકીલને કહી દેવાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news