Top Selling Car: આ ટચુકડી કાર બની છે લોકોની પહેલી પસંદ, વેગનઆરને દૂર હડસેલી ટોપ પર પહોંચી
બીજી બધી ગાડીઓની જાણે છૂટ્ટી કરી દીધી છે. આ માઈક્રો એસયુવી ભારતની સૌથી વધુ વેચાયેલી કાર બની ગઈ છે. તેણે મારુતિ સુઝૂકીની વેગનઆર જેવી ધૂરંધર કારને પણ પાછળ છોડી છે. જાન્યુઆરીથી જુલાઈ 2024 સુધીમાં આ ગાડીના 1,26,000 થી પણ વધુ યુનિટ વેચાયા છે.
Trending Photos
ટાટા મોટર્સની માઈક્રો એસયુવી ગાડીએ જબરો હાહાકાર મચાવી દીધો છે. બીજી બધી ગાડીઓની જાણે છૂટ્ટી કરી દીધી છે. આ માઈક્રો એસયુવી ભારતની સૌથી વધુ વેચાયેલી કાર બની ગઈ છે. તેણે મારુતિ સુઝૂકીની વેગનઆર જેવી ધૂરંધર કારને પણ પાછળ છોડી છે. જાન્યુઆરીથી જુલાઈ 2024 સુધીમાં આ ગાડીના 1,26,000 થી પણ વધુ યુનિટ વેચાયા છે. જો કે જુલાઈ મહિનાના સેલમાં આ કાર ટોપ 10માં ચોથા નંબરે ધકેલાઈ અને હુંડાઈ ક્રેટા ટોપ પર આવી ગઈ. આ માહિતી ઓટો માર્કેટ રિસર્ચ ફર્મ જાટો ડાયનેમિક્સના આંકડાથી જાણવા મળે છે. હાલના સમયમાં આ ગાડીની લોકપ્રિયતાને કારણે મારુતિ સુઝૂકીનો અનેક વર્ષોથી ટોપ પર રહેવાનો દબદબો પણ ખતમ થતો જોવા મળ્યો છે.
સીએનજીનો ફાયદો થયો
આજકાલ ઓલ્ટરનેટિવ ફ્યૂલના વિકલ્પો વધી રહ્યા છે. જે હવે વેચાણમાં ટોપ 5માં લગભગ અડધા ભાગ પર હાવી છે. ટાટાની આ માઈક્રો એસયુવી પંચ લોકોને ખુબ પસંદ પડે છે. પંચના મામલે ઈલેક્ટ્રોનિક અને સીએનજી વેચાણનો 47% હિસ્સો બનાવે છે. જ્યારે સીએનજીએ વેગનઆર (45%), બ્રેઝા (27%) અને અર્ટિગા (58%) માટે પણ મોટો હિસ્સો મેળવ્યો છે. ઓટો ઈન્ડસ્ટ્રીઝના વિશેષજ્ઞોનું કહેવું છે કે પંચે પોતાના માટે એક નવો વર્ગ બનાવીને ટોપ પોઝિશન મેળવી છે. આ સિવાય, ઈલેક્ટ્રોનિક અને સીએનજીના ફ્યૂલ મિક્સે તેને બજારમાં આગળ રાખી છે.
કેમ વધારે વેચાય છે આ કાર
કાર ડીલર એ વાત સાથે સહમત છે કે ટાટા પંચનું વર્તમાન ટોપ ગિયર રન તેના ફ્યૂલ મિક્સના કારણે છે. ટીઓઆઈના રિપોર્ટ મુજબ ચેન્નાઈના એક ડીલરે કહ્યું કે, આ ગત જાન્યુઆરી-જુલાઈમાં ફક્ત 79,000 યુનિટ્સના વેચાણથી વધીને હવે આ સમયગાળા દરમિયાન 1.26 લાખ યુનિટ્સના વેચાણે પહોંચી છે. ટોપ પાંચની યાદીમાં અન્ય ચારમાં કાં તો સીએનજી કે ડીઝલ પેટ્રોલના એક માત્ર ઓપ્શનના રૂપમાં છે.
ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સાએ કહ્યું કે પંચ સૌથી તેજ ગાડી બની છે જેણે એસયુવીમાં 4 લાખ ગાડીઓના વેચાણનો આંકડો પાર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે