Hijab controversy: હિજાબ જરૂરી ધાર્મિક પ્રથા નહીં, જાણો હાઈકોર્ટેમાં રાજ્ય સરકાર શું આપી દલીલો
હાઈકોર્ટના ત્રણ ન્યાયધીશોની પીઠની સામે કર્ણાટક સરકારે પોતાની દલીલો રાખી હતી. કર્ણાટક સરકારે સોમવારે ફરી કહ્યું કે, હિજાબ એક જરૂરી ધાર્મિક પ્રથા નથી.
Trending Photos
બેંગલુરૂઃ હિજાબ વિવાદને લઈને દાખલ અરજીઓ પર સોમવારે પણ કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના ત્રણ ન્યાયધીશોની પીઠની સામે કર્ણાટક સરકારે પોતાની દલીલો રાખી હતી. કર્ણાટક સરકારે સોમવારે ફરી કહ્યું કે, હિજાબ એક જરૂરી ધાર્મિક પ્રથા નથી. રાજ્ય સરકાર તરફથી વકીલ પ્રભુલિંગ નવદગીએ કહ્યુ કે, ધાર્મિક પ્રતીકોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જોઈએ.
પીટીઆઈ પ્રમાણે જ્યારે કાર્યવાહી શરૂ થઈ તો મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ કહ્યુ કે, હિજાબ સંબંધિત કેટલાક સ્પષ્ટીકરણની જરૂરીયાત છે. તેના પર કર્ણાટકના વકીલ નવદગીએ કહ્યુ કે, માત્ર આર્ટિકલ-25 હેઠળ માત્ર જરૂરી ધાર્મિક પ્રભાને સંરક્ષણ મળે છે. જો નાગરિકોને તેની પસંદના આધાર પર ધાર્મિક વિશ્વાસની ગેરંટી આપે છે. તેમણે આર્ટિકલ-25ના ભાગના રૂપમાં ધર્મમાં સુધારનો પણ ઉલ્લેખ કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે, તમે તર્ક આપ્યો છે કે સરકારી આદેશ હાનિકારક નથી. રાજ્ય સરકારે હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો નથી. સરકારી સંસ્થાઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ નિર્ધારિત યુનિફોર્મ પહેરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશે વકીલને પૂછ્યુ કે, તમારો શું મત છે. શું શિક્ષણ સંસ્થાઓમાં હિજાબની મંજૂરી આપી શકાય કે નહીં?
આ પણ વાંચોઃ મહિલા પ્રાઇવેટ પાર્ટમાં છુપાવીને લાવી 10 કરોડની કિંમતની 80 ડ્રગ્સ કેપ્સૂલ, ડોક્ટરો પણ ચોકી ગયા
આના પર એડવોકેટ જનરલ નવદગીએ કહ્યું કે જો સંસ્થાઓ આને મંજૂરી આપે છે, તો સરકાર કદાચ તેના પર નિર્ણય લેશે. દરમિયાન, આ મુદ્દે સોમવારે પણ રાજ્યમાં વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ ચાલુ રહ્યો હતો. ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી ન હોવાને કારણે કેટલીક વિદ્યાર્થીનીઓએ 2 PUC પ્રેક્ટિકલ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. જો કે, મોટાભાગના હિજાબ ઉતારીને પરીક્ષામાં હાજર રહ્યા હતા. બેંગલુરુમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં લાગુ કરાયેલી કલમ-144ને 8 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
સાથે જ હિજાબ વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. વિજયપુરા જિલ્લામાં 40 થી વધુ વિદ્યાર્થીઓએ હિજાબ હટાવવા માટે જિલ્લા કમિશનરની કચેરી સામે પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર પણ કર્યો હતો. હસનમાં પણ છોકરીઓને હિજાબ ઉતારવાની મનાઈ હતી. કોપ્પલ જિલ્લામાં કલમ-144 26 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ઉડુપીમાં પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની છ વિરોધ કરી રહેલી વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પરીક્ષામાં ભાગ લીધો ન હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે