ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, યુક્રેન અને રશિયાની મદદ માટે થયા ટ્વીટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ જાણકારી સામે આવ્યા બાદ તેમના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવી કે, 'સોરી મારૂ એકાઉન્ટ હેક થઈ ગયું.'
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થઈ ગયું. ભાજપ નેતાના ટ્વિટર એકાઉન્ટથી એક બાદ એક રશિયા, યુક્રેનની મદદ સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા. નડ્ડાને એકાઉન્ટથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે, સોરી મારૂ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. તેમણે કહ્યું કે રશિયાને દાન કરવાની જરૂર છે કારણ કે તેને મદદની જરૂર છે.
પરંતુ તેમનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું છે. જેપી નડ્ડા તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કારણ જાણવા માટે ટ્વિટર સાથે વાત કરી રહ્યાં છીએ. આ પહેલાં જેપી નડ્ડાએ યુપી ચૂંટણીને લઈને ટ્વીટ કર્યું હતું.
ફરી શરૂ થયું એકાઉન્ટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ ફરી શરૂ થઈ ગયું છે. આ પહેલાં જેપી નડ્ડા તરફથી યુપી વિધાનસભા ચૂંટણીને લઈને ટ્વીટ કરવામાં આવ્યું હતું. સવારે કરેલા ટ્વીટમાં નડ્ડાએ લખ્યુ- 'આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમાં તબક્કાની તમામ 61 સીટોના મતદાતાઓને મારી અપીલ છે કે પોતાના મતાધિકારનો પ્રયોગ જરૂર કરે તથા રાજ્યમાં એક સશક્ત સરકાર બનાવવામાં પોતાની ભાગીદારી નિભાવે. પ્રથમવાર મત આપી રહેલા મતદાતાઓને મારો આગ્રહ છે કે તે લોકતંત્રને મજબૂત બનાવવા માટે આગળ આવે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે