Afghanistan માં તાલિબાન સરકાર, હવે શું રહેશે ભારતનું વલણ? ખાસ જાણો

ભારતે અફઘાનિસ્તાન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. 

Afghanistan માં તાલિબાન સરકાર, હવે શું રહેશે ભારતનું વલણ? ખાસ જાણો

નવી દિલ્હી: ભારતે અફઘાનિસ્તાન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતનું કહેવું છે કે તે પહેલાની જેમ જ અફઘાનોની પડખે રહેશે. ભારતે અફઘાનિસ્તાનની મદદ કરનારા દેશોને નિર્વિધ્ન પહોંચ પ્રદાન કરવાની સાથે સાથે સમાજના તમામ વર્ગોને કોઈ પણ ભેદભાવ વગર રાહત સામગ્રીના વિતરણ પર ભાર આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) એ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાન એક મહત્વના અને પડકારભર્યા દૌરમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં વધુ સારો માહોલ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે રહેવું જોઈએ. 

Poverty ના જોખમ પર ધ્યાન દોર્યું
અફઘાનિસ્તાનમાં માનવીય હાલાત પર સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચરસ્તરીય ડિજિટલ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરે ગરીબીના વધતા જોખમ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું. તેમણે કહ્યું કે તેની ક્ષેત્રીય સ્થિરતા માટે વિનાશકારી અસર થઈ શકે છે. વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનના ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાનું સતત સમર્થન કર્યું છે. અફઘાનિસ્તાન પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ હંમેશા તેના લોકો સાથે અમારી ઐતિહાસિક મિત્રતા દ્વારા નિર્દેશિત થતો રહ્યો છે, આગળ પણ એમ જ રહેશે. 

World ને રહેશે આ અપેક્ષા
વિદેશમંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં રાહત સામગ્રી પહોંચાડવા પર દુનિયા અફઘાન સમાજના તમામ વર્ગોમાં માનવીય સહાયતાના ભેદભાવ રહિત વિતરણની સ્વાભાવિક રીતે અપેક્ષા રાખશે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના રાજનીતિક, આર્થિક, સામાજિક અને સુરક્ષા હાલાતમાં વ્યાપક ફેરફાર થયા છે અને તેના પરિણામ સ્વરૂપે માનવીય જરૂરિયાતોમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે. 

Afghan પર છે ભારતની નજર
એસ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનના નીકટના પાડોશી તરીકે ત્યાંના ઘટનાક્રમ પર ભારત નજર રાખી રહ્યું છે. મુસાફરી અને સુરક્ષિત અવરજવરનો મુદ્દો માનવીય સહાયતામાં અવરોધ બની શકે છે જેને તત્કાળ ઉકેલવો જોઈએ. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને લઈને અનેક દેશોના વલણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમણે સંકેત આપ્યા છે કે જો તાલિબાન હિંસામુક્ત શાસન આપવા અને મહિલાઓના અધિકારો સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરે તો તે તાલિબાનને માન્યતા આપી શકે છે. 

(અહેવાલ-સાભાર ભાષા)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news