સૌરાષ્ટ્રમાં વણસેલી સ્થિતિ વચ્ચે VALSAD માં પણ વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી

જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકા માં વરસ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાને સ્વરૂપે વહી રહ્યા છે. નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા અને દમણગંગા, પાર અને કોલક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. 
સૌરાષ્ટ્રમાં વણસેલી સ્થિતિ વચ્ચે VALSAD માં પણ વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી

વલસાડ : જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકા માં વરસ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાને સ્વરૂપે વહી રહ્યા છે. નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા અને દમણગંગા, પાર અને કોલક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. 

ઓરંગા નદીમાં પણ પાણી ભયજનક સપાટી નજીક પહોંચી રહ્યું હોવાથી વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વલસાડ જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરીને ઓરંગા નદી કિનારાના લોકોને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડનું તંત્ર સતર્ક બન્યુ છે. જોકે અત્યારે તો જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ ગયું છે. 

ખુદ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં નદી કિનારાના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા. આથી જિલ્લામાં 12 થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે વલસાડ મામલતદાર પોતે જઈ લોકોને જાગૃત કરી રહયા છે. વલસાડ અને ખેરગામને જોડતો મુખ્ય બ્રિજ બંધ કરી દેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news