Harmful Food Habits: રાંધેલો ખોરાક ફરીથી ગરમ કરીને જો ખાવાની આદત હોય તો સાવધાન...આ નુકસાન થઈ શકે
Trending Photos
આપણને હંમેશા એવી આદત હોય છે કે એકવાર રાંધેલો ખારોક બીજીવાર ખાતા પહેલા ગરમ કરતા હોઈએ છીએ. પણ કેટલીક વસ્તુઓ એવી છે જેને ફરીથી ગરમ કરવાથી તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. જો તમે આ રાંધેલો ખોરાક ફરી ફરીને ગરમ કરશો તો અનેક બીમારીઓનું જોખમ વધે છે.
ઈંડા
ઈંડા વારંવાર હીટના સંપર્કમાં આવવાથી તે નુકસાનકારક બને છે. તેમાં પ્રોટીન હોય છે અને તેને ફરીથી ગરમ કરવાથી તેના પોષકતત્વો નષ્ટ પામે છે. ઈંડાને પકવીને તરત ખાઈ લેવા જોઈએ. ઈંડામાં પ્રોટીનની સાથે સાથે રહેલું નાઈટ્રોજન ગરમ કરવાથી કેન્સરનું કારણ પણ બની શકે છે.
ચિકન
ચિકનને પણ વારંવાર ગરમ ન કરવાની સલાહ અપાય છે. તેનું પ્રોટીન કમ્પોઝિશન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. ફરીથી ગરમ કરવાથી ડાઈજેશન પણ ખરાબ થાય છે.
મશરૂમ
મશરૂમ બનાવિ્યા બાદ બીજા દિવસે ખાવા ફાયદાકારક નથી. તેનામાં અનેક એવા તત્વો હોય છે જે બાદમાં તમારી પાચનક્રિયા માટે નુકસાનકારક બને છે. જો મશરૂમ બચે તો તેને ફરીથી ખાવા હોય તો ઠંડા જ ખાવા, ગરમ કરવા નહીં.
પાલક અને લીલા શાકભાજી
પાલક કે બીજા લીલોતરી શાકભાજી પણ ફરીથી ગરમ કરીને ન ખાવા. પાલમાં વધુ પ્રમાણમાં આયર્ન હોય છે અને જ્યારે તમે તેને ફરીથી ગરમ કરતો તો એ ઓક્સીડાઈઝ થાય છે. આયર્ન ઓક્સીડાઈઝ થવાથી અનેક પ્રકારના બીમારીનું જોખમ વધી જાય છે.
ચોખા
ચોખામાં કેટલાક સ્પોર્સ એટલે કે જીવાણું હોય છે. જ્યારે આપણે ચોખા પકવીએ છીએ ત્યારે તે પણ તેમાં રહે છેપરંતુ તે શરીર માટે નુકસાનકારક હોતા નથી. ચોખા પકવ્યા બાદ લાંબા સમય સુધી રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવે તો આ જીવાણું બેક્ટેરિયામાં ફેરવાઈ જાય છે. જ્યારે આ બેક્ટેરિયા તમારા શરીરમાં જાય તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે, ફૂડ પોઈઝનિં પણ થઈ શકે છે.
ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે