સ્વીટી પટેલના પુત્રએ ભાવુક પોસ્ટ લખીને કહ્યું, મારી માતાના હત્યારાને કડક સજા મળે

સ્વીટી પટેલની હત્યાનો રાઝ ખૂલી ગયો છે. પીઆઈ પતિ અજય દેસાઈ (PI ajay desai) એ સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું ખૂલ્યુ છે અને હવે તે પોલીસ પકડમાં છે. ગાયબ સ્વીટી પટેલ (sweety Patel) ની ભાળ મેળવવા ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના પુત્ર રીધમ પંડ્યા (Rhythm Pandya) એ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યુ હતું. ત્યારે હવે જ્યારે સ્વીટી પટેલની હત્યાનો ભેદ ખૂલ્યો છે, ત્યારે હવે રીધમ પંડ્યાએ માતા સ્વીટીના હત્યારાને કડક સજા આપવા માંગ કરી છે. 

સ્વીટી પટેલના પુત્રએ ભાવુક પોસ્ટ લખીને કહ્યું, મારી માતાના હત્યારાને કડક સજા મળે

ઝી મીડિયા/બ્યૂરો :સ્વીટી પટેલની હત્યાનો રાઝ ખૂલી ગયો છે. પીઆઈ પતિ અજય દેસાઈ (PI ajay desai) એ સ્વીટી પટેલની હત્યા કરી હોવાનું ખૂલ્યુ છે અને હવે તે પોલીસ પકડમાં છે. ગાયબ સ્વીટી પટેલ (sweety Patel) ની ભાળ મેળવવા ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના પુત્ર રીધમ પંડ્યા (Rhythm Pandya) એ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યુ હતું. ત્યારે હવે જ્યારે સ્વીટી પટેલની હત્યાનો ભેદ ખૂલ્યો છે, ત્યારે હવે રીધમ પંડ્યાએ માતા સ્વીટીના હત્યારાને કડક સજા આપવા માંગ કરી છે. 

માતાના હત્યાને સજા અપાવવા માંગ 
રીધમ પંડ્યા એ સ્વીટી પટેલનો પૂર્વ પતિનો દીકરો છે. તેના બાદ સ્વીટી પટેલે ડિવોર્સ લીધા હતા અને અજય દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. સ્વીટી પટેલના પૂર્વ પતિ અને દીકરો રીધમ પંડ્યા ઓસ્ટ્રેલિયામાં રહે છે. સ્વીટી પટેલ સાથે પુત્ર રિધમની રોજ વાતચીત થતી હતી. પરંતુ સ્વીટીના ગાયબ થયા બાદથી તેની વાતચીત બંધ થઈ હતી. તેથી તેણે સોશિયલ મીડિયા પર માતાને શોધવા ‘Where is my MoM’ અભિયાન ચલાવ્યું હતું. ત્યારે હવે રીધમ પંડ્યાએ માતાના હત્યા અજય દેસાઈને કડક સજા આપવા માંગ કરી છે. 

સ્વીટીના દીકરાએ લખી ભાવુક પોસ્ટ 
છેલ્લા ઘણા દિવસથી અમે સંપર્કમાં નથી, પણ અમે માનસિક રીતે તૈયાર નહોતા અને સમયને થોડો સમય આપવા માંગતા હતા. જે લોકોએ અમને અત્યાર સુધી સાથ આપ્યો છે અને અમારા અવાજને સાચા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી છે. એ લોકોને અમારા દિલથી નમન. મીડિયાનો ફાળો પણ ખૂબ મોટો રહ્યો છે. અમે ગુજરાત પોલીસ અને ભારતની કાનૂન વ્યવસ્થાને પણ ખુબ આભારી છીએ. આપ સૌએ સચ્ચાઈ શોધવામાં અમારી ખૂબ જ મદદ કરી છે. હવે એનાથી મોટી મદદની જરૂર છે. મારી મમ્માને આવી અમાનવીય મૌત આપવાવાળાને, અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશને એની માતાથી અલગ કરી દેનારને કડક સજા મળે એવો અમારો ધ્યેય છે. પોલીસ એનું કામ કરી જ રહી છે, તેમ છતાં આપ સૌનો સાથ જોઈશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news