નડિયાદમાં બાળકના ગુમ થતા પરિવાર બન્યો ચિંતાતુર, પોલીસે શરૂ કરી પૂછપરછ
નડિયાદ શહેરમાં છેલ્લા 28 કલાકથી એક બાળકના ગુમ થવાના સમાચારે બધાને ચિંતીત કરી મુક્યા હતા. ત્યારે સોમવારે સવારે 9:45 ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ બાળક હાલ મળી આવ્યો છે
Trending Photos
નચિકેત મહેતા/ ખેડા: નડિયાદ શહેરમાં છેલ્લા 28 કલાકથી એક બાળકના ગુમ થવાના સમાચારે બધાને ચિંતીત કરી મુક્યા હતા. ત્યારે સોમવારે સવારે 9:45 ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ બાળક હાલ મળી આવ્યો છે.
ગઈકાલ સવારથી બાળક ગુમ થયો હોવાનું જાણવા મળતા જ પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા. ત્યારે પરિવારજનો તેમજ પોલીસ દ્વારા છેલ્લા 28 કલાકથી તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. અલગ અલગ જગ્યાએથી બાળક દેખાયો હોવાની માહિતી મળતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તે પણ માહિતી મળી હતી કે બાળક મલાતજ ગામમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:- રાજ્યમાં ક્યારથી શરૂ થશે ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું...
ત્યારબાદ તે બાળક હાલ વડતાલ ગામથી મળી આવ્યો છે અને પોલીસ તે બાળકની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ જ ખ્યાલ આવશે કે કયા કારણોસર બાળક 28 કલાકથી ઘરની બહાર હતો કે પછી તે કોઈની પાસે ગયો હતો કે પછી તને કોઈ લઈ ગયું હતું. આ તમામ બાબતો વિશે પોલીસ પૂછપરછ બાદ જ ખ્યાલ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે