મહત્વના સમાચાર...1 જૂનથી નથી બદલાયા ડ્રાઈવિંગના નિયમો, જાણો ડ્રાઈવિંગ ટેસ્ટ વિશે સરકારે શું કહ્યું?

Driving Licence Rules: ડ્રાઈવિંગ લાઈસન્સ એટલે કે DL મેળવવા માટે લોકોને જો સૌથી કપરું કામ લાગતું હોય તો તે છે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાનું. છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે અરજીકર્તાઓએ હવે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવો જરૂરી નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો હતો કે આ નિયમ એક જૂન 2024થી લાગૂ થશે. જાણો હવે શું કહ્યું સરકારે? 

મહત્વના સમાચાર...1 જૂનથી નથી બદલાયા ડ્રાઈવિંગના નિયમો, જાણો ડ્રાઈવિંગ ટેસ્ટ વિશે સરકારે શું કહ્યું?

ડ્રાઈવિંગ લાઈસન્સ એટલે કે DL મેળવવા માટે લોકોને જો સૌથી કપરું કામ લાગતું હોય તો તે છે ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાનું. છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો હતો કે અરજીકર્તાઓએ હવે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવો જરૂરી નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો હતો કે આ નિયમ એક જૂન 2024થી લાગૂ થશે. હવે સરકારે આ નિયમ પર સ્પષ્ટીકરણ આપ્યું છે. સરકારે  કહ્યું કે નિયમમાં આવો કોઈ પણ ફેરફાર કરાયો નથી. 

શું કહ્યું સરકારે?
રોડ, પરિવરન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે સરકાર કેટલાક મીડિયા સેક્શનોમાં પ્રસારિત થઈ રહેલા ખબરો સંદર્ભે સ્પષ્ટ કરવામાં આવે છે કે 7 જૂન 2021ના રોજ GSR 394(E) દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમ  (CMVR), 1989 માં જોડવામાં આવેલા નિયમ 31B થી 31J, જે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર તાલિમ કેન્દ્રો(ADTC) સંબંધિત જોગવાઈઓને નિર્ધારિત કરે છે, અને 1 જુલાઈ 2021થી લાગૂ હતા. આ નિયમોમાં 1 જૂન 2024થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ADTC ના સર્ટિફિકેટ પર મળે છે ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી છૂટ
મંત્રાલયે વધુમાં કહ્યું છે કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 12 ડ્રાઈવિંગ સ્કૂલો કે સંસ્થાનોની લાઈસન્સિંગ અને રેગ્યુલેશન માટે જોગવાઈ છે, તેને 2019માં મોટર વાહન (સંશોધન) અધિનિયમ દ્વારા સંશોધિત કરાયો હતો. તેમાં કેન્દ્રીય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ માટે નવી પેટાકલમો એડ કરાઈ. ADTC માટે માન્યતા રાજ્ય પરિવહન પ્રાધિકરણ કે કેન્દ્રીય સરકાર દ્વારા અધિસૂચિત કોઈ એજન્સી દ્વારા આપવામાં આવી શકે છે. કોર્સ પૂરો કરવા બદલ ADTC દ્વારા ઈશ્યુ પ્રમાણપત્ર (ફોર્મ 5બી) ધારકને ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી છૂટ આપે છે. 

ફોર્મ 5વાળાએ લાઈસન્સ માટે આપવી પડશે ટેસ્ટ
સરકારના જણાવ્યા મુજબ કોઈ અન્ય પ્રકારના ડ્રાઈવિંગ સ્કૂલ, જે ઓછા કડક નિયમોનું પાલન કરે છે, કોર્સ પૂરો કરવા પર સર્ટિફિકેટ (ફોર્મ 5) ઈશ્યુ કરે છે. જો કે આ પ્રમાણપત્ર ધારકને ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી છૂટ આપતું નથી. ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજી સાથે ફોર્મ 5 કે ફોર્મ 5બી હોવું જરૂરી છે. જો કે ડ્રાઈવિંગ ટેસ્ટમાથી છૂટ મળવા છતાં ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યુ કરવાની ફાઈનલ ઓથોરિટી લાઈસન્સ ઓથોરિટી પાસે હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news