ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવા

Gujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
 

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવા

Gujarat Exit Poll : EXIT POLL બાદ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. પ્રિ-ઓપનિંગમાં જબરજસ્ત તેજી આવી છે. સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તો નિફ્ટીમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બન્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપમાં ક્લીનસ્વીપ કરશે તેવું એક્ઝિટ પોલના આંકડા કહે છે. પરંતું કોંગ્રેસ પણ પરિણામ માટે આશાવાદી બન્યું છે. પરિણામ પહેલા બંને પાર્ટીઓનું શું કહેવુ છે તે જોઈએ. 

ભાજપનો દાવો
ભાજપે દાવો કર્યો કે, તે ત્રીજીવાર ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરશે. ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને મત આપ્યો છે. ભાજપ હેટ્રીક કરશે તેમાં કોઈ બેમત નથી. સાથે જ તેમણે કહ્યું કે, ક્ષત્રિય આંદોલનની પરિણામ પર કોઈ અસર નહિ પડે. 

કોંગ્રેસનો દાવો
તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં ચાર બેઠકો પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો પર જીતશે. 12 બેઠકો પર કોંગ્રેસ કાંટે કી ટક્કર આપશે. આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો બતાવશે. 

આમ આદમી પાર્ટીનો દાવો
તો આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરશે. આપ-કોંગ્રેસ ભરૂચ અને સુરેન્દ્રનગરની બેઠકો જીતે છે. 

આમ, એક્ઝિટ પોલ અને સટ્ટાબજાર તો ભાજપ તરફ પરિણામ બતાવી રહ્યું છે. આવતીકાલે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. જેમાં એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. જોકે, કોંગ્રેસને આ વખતે સીટ મળશે તેવી આશા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news