Farmers Protest: PM Narendra Modi નું ભાષણ ખેડૂત નેતાને ન ગમ્યું, જાણો શું કહ્યું?
નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ છેલ્લા લગભગ અઢી મહિનાથી ગાઝીપુર બોર્ડર પર ધરણા ધરી રહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ છેલ્લા લગભગ અઢી મહિનાથી ગાઝીપુર બોર્ડર પર ધરણા ધરી રહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ટિકૈતે કહ્યું કે મુદ્દાને ઉકેલવાની જગ્યાએ સરકાર તેને વધુ ગૂંચવી રહી છે.
MSP માટે કાયદો બનાવે સરકાર-રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે અમે ક્યારે કહ્યું કે MSP ખતમ થઈ જશે. MSP જરૂરી બનાવવા માટે કાયદો બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જો ખેડૂતો સાથે વાતચીત કરવા માંગતા હોય તો કિસાન મોરચા તેમની સાથે વાત કરશે. ટિકૈતે પીએમ મોદીને ચેલેન્જ પણ ફેંકી કે જે રીતે તેઓ લોકોને ગેસ સિલિન્ડર છોડવાની અપીલ કરે છે તેવી જ અપીલ તેઓ એકવાર સાંસદો- વિધાયકોને પેન્શન છોડવા માટે પણ કરી દે.
જાટ આંદોલન ગણાવવા પર ટિકૈતે આપ્યો જવાબ
ખેડૂત આંદોલન (Farmers Protest) ને જાટ આંદોલન ગણાવવા પર રાકેશ ટિકૈતે કહ્યું કે આ મુદ્દો પહેલા પંજાબ અને હરિયાણાનો હતો. પછી જાટોનો બન્યો. હવે આ આંદોલન નાના મોટા ખેડૂતોનો બની ગયો છે. તમામ ખેડૂતો એક છે, નાના મોટા શું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે દેશમાં ભૂખ પર વેપાર થશે નહી. અનાજની કિંમત ભૂખ પર નક્કી નહીં થાય. દેશમાં પાણીથી સસ્તુ દૂધ વેચાય છે. તેના પણ રેટ નક્કી થશે.
MSP કોઈ ખતમ કરી શકશે નહીં-પીએમ મોદી
અત્રે જણાવવાનું કે આ અગાઉ રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા પીએમ મોદીએ ખેડૂતો આંદોલનની આડમાં રાજકારણ ખેલી રહેલા વિપક્ષને બરાબર આડે હાથ લીધો. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના એક નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે વિપક્ષ કૃષિ સુધારા પર યુ ટર્ન કેમ લઈ રહ્યો છે? પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે કેટલાક લોકો નવા કૃષિ કાયદા પર ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કાયદાને લઈને ખેડૂતોની દરેક શંકાનું સમાધાન કરવામાં આવશે. ખેડૂતોની મોટી માંગણીઓ પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે MSP કોઈ ખતમ કરી શકે નહી. MSP હતી, છે અને રહેશે.
પીએમ મોદીએ આંદોલન ખતમ કરવાની કરી અપીલ
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ક્યારેય બંધ થઈ નથી. કૃષિમંત્રી સતત સંપર્કમાં છે. તેમણે ખેડૂતોને સંદેશો આપતા કહ્યું કે નવા કૃષિ કાયદા (Farm Laws) દેશમાં મોટું પરિવર્તન લાવનારા સાબિત થશે. તેમણે કહ્યું કે કાયદો લાગુ થવાનો અર્થ એ નથી કરે બાદમાં પરિવર્તન થઈ શકે નહી. ભવિષ્યમાં કોઈ કમી જોવા મળે તો તેમા સુધારો લાવવામાં આવશે. આ સાથે જ ખેડૂતોની મંડી વ્યવસ્થા માગણી પર પ્રધાનમંત્રીએ કહ્યું કે તે વધુ સારી થશે અને MSP ને ક્યારેય ખતમ કરવામાં આવી રહી નથી. તેમણે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે