દિલ્હીમાં ભાજપ CECનું મંથન, કાલે થશે રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત

મધ્ય પ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. 
 

દિલ્હીમાં ભાજપ  CECનું મંથન, કાલે થશે રાજ્યસભા ઉમેદવારોની જાહેરાત

નવી દિલ્હીઃ  મધ્ય પ્રદેશની સરકાર પર દિલ્હીથી ભોપાલ સુધી રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. આ વચ્ચે મંગળવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. રાજ્યસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ તે જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં મધ્ય પ્રદેશની ત્રણેય રાજ્યસભા સીટો પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

પાર્ટી મુખ્યાલયમાં યોજાયેલી બેઠક બાદ પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહે અલગથી પણ ચર્ચા કરી હતી. બેઠકમાં 26 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી. સીઈસીની બેઠકમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ અને નિતિન ગડકરી સામેલ થયા હતા. 

— ANI (@ANI) March 10, 2020

દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની થઈ રહેલી બેઠક તે માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી પર ચર્ચા કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંધિયાને ભાજપ રાજ્યસભા મોકલી શકે છે. તેવામાં તેમના નામની જાહેરાત પણ આ બેઠકમાં થઈ શકે છે. 

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, થાવરચંદ ગેહલોત, ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષ, શાહનવાઝ હુસૈન, વિજય રાહઠકર સહિત ઘણા નેતા પહોંચ્યા છે. ભાજપ ચૂંટણી સમિતિની બેઠક બાદ સંસદી દળની બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, સહિતના નેતા હાજર રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news