Ranji Trophy Final: વસાવડાની સદી, પૂજારાની અડધી સદી, બીજા દિવસે સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં


સૌરાષ્ટ્રએ ગઈકાલના 206/5ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. અર્પિત વસાવડા અને પૂજારાએ શાનદાર રમત રમીને સ્કોર 350ને નજીક પહોંચાડ્યો હતો.
 

Ranji Trophy Final: વસાવડાની સદી, પૂજારાની અડધી સદી, બીજા દિવસે સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહેલી રણજી ટ્રોફી 2019-2020ની ફાઇનલ મેચના બીજા દિવસે સૌરાષ્ટ્રે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રએ 8 વિકેટના ભોગે 384 રન બનાવી લીધા છે. સ્ટમ્પ સમયે ચિરાગ જાની અને ધર્મેન્દ્ર સિંહ જાડેજા ક્રિઝ પર છે. ચેતેશ્વર પૂજારાએ બીજા દિવસે બેટિંગ કરી હતી. પૂજારા 66 રન બનાવી આઉટ થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી સેમિફાઇનલ મેચમાં સદી ફટકારનાર અર્પિત વસાવડાએ ફાઇનલ મેચમાં પણ સદી (106) ફટકારી હતી. 

સૌરાષ્ટ્રએ ગઈકાલના 206/5ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. અર્પિત વસાવડા અને પૂજારાએ શાનદાર રમત રમીને સ્કોર 350ને નજીક પહોંચાડ્યો હતો. આ વચ્ચે અર્પિત વસાવડા (106)એ શાનદાર સદી ફટકારી અને પૂજારાએ પોતાની અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ બંગાળને અંતમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અંતમાં ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દિવસનો અંત કર્યો હતો. બંગાળ માટે આકાશ દીપે સૌથી વધુ 3, શાહબાઝ અહમદ અને મુકેશ કુમારે બે-બે વિકેટ ઝડપી તો ઈશાન પોરેલને એક સફળતા મળી હતી. 

મહત્વનું છે કે પહેલા દિવસે પૂજારાએ તબિયત ખરાબ હોવાને કારણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું, પરંતુ બીજા દિવસે તે બેટિંગ માટે ઉતર્યો હતો. બીજા દિવસે રમત દરમિયાન અમ્પાયર શમસુદ્દીનને પણ ઈજા થઈ હતી અને તેઓ મેચમાંથી બહાર થઈ ગયા છે. મેચના ત્રીજા દિવસે યશવંદ બાર્ડે તેમના સ્થાને અમ્પાયરિંગ કરતા જોવા મળ્યા હતા. 

મેચના ત્રીજા દિવસે બંગાળની નજર જલદી સૌરાષ્ટ્રની ઈનિંગ સમેટવા પર હશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રના સ્કોરનો પીછો કરવા પર રહેશે. તો સૌરાષ્ટ્રની ટીમ પણ ત્રીજા દિવસે પોતાનો સ્કોર 450 આસપાસ પહોંચે તે માટે પ્રયત્ન કરશે. મેચનો ત્રીજો દિવસ ખુબ મહત્વપૂર્ણ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news