Cyclone Dana: આગામી 24 કલાક અત્યંત ભારે! 2 રાજ્યોમાં રેડ એલર્ટ, 6 રાજ્યોમાં અસર, MAP માં જુઓ વાવાઝોડું ક્યાં ત્રાટકશે
Cyclone Dana Latest Update: દેશના 2 રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર બનેલું ચક્રવાતી તોફાન દાના તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે 24 ઓક્ટોબરના રોજ સાંજથી કાલ 25 ઓક્ટોબર સવાર સુધી આ સમુદ્રી તોફાન ઓડિશાના પુરીમાં દરિયા કાંઠે ત્રાટકી શકે છે.
Trending Photos
દેશના 2 રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે આગામી 24 કલાક ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર બનેલું ચક્રવાતી તોફાન દાના તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે 24 ઓક્ટોબરના રોજ સાંજથી કાલ 25 ઓક્ટોબર સવાર સુધી આ સમુદ્રી તોફાન ઓડિશાના પુરીમાં દરિયા કાંઠે ત્રાટકી શકે છે. તેના પ્રભાવનું અનુમાન જોતા હવામાન વિભાગે (IMD) ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે.
લેટેસ્ટ સ્થિતિ
ચક્રવાતી તોફાન દાના પૂર્વ મધ્ય અને તેની નજીક પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે મંડરાઈ રહ્યું છે. ગઈ કાલે તોફાન એ જ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. હાલ તોફાન પારાદીપ (ઓડિશા)થી લગભગ 420 કિમી દક્ષિણ પૂર્વ, ધમારા (ઓડિશા)થી 450 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વ અને સાગર દ્વીપ(પશ્ચિમ બંગાળ)થી 500 કિમી દક્ષિણ દક્ષિણ પૂર્વમાં છે. તેના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને આજે 24 ઓક્ટોબરના રોજ સવાર સુધીમાં મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ભીષણ ચક્રવાતી તોફાનમા ફેરવાઈ જવાની શક્યતા છે.
ક્યાં થશે લેન્ડફોલ
એવું અનુમાન છે કે તોફાન દાના પુરી વચ્ચે ઉત્તરી ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટો પર ત્રાટકશે. લેન્ડફોલ 24 ઓક્ટોબર મધરાતથી 25 ઓક્ટોબરની સવાર દરમિયાન આ તોફાન પુરી અને સાગરદ્વીપ વચ્ચે ભિતરકનિકા અને ધમારાની નજીક ઉત્તરી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાઓને પાર કરશે. 100-110 કિમી પ્રતિ કલાકની ઝડપથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને આ સાથે આ તોફાન સમુદ્રમાં જ્વાર ભાટાની સ્થિતિ બનાવી શકે છે. આવામાં આગામી 24 કલાક સમુદ્રમાં લગભગ 6 ફૂટ ઊંચી લહેરો ઉઠશે, જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્રના કાંઠે ટકરાશે. તોફાની પવનની સાથે બંને રાજ્યોમાં ભારે વરસાદ પડશે. આથી સમુદ્ર કિનારાઓ પર જવું જોખમી થઈ શકે છે.
The severe cyclonic storm “DANA” (pronounced as Dana) over central & adjoining northwest Bay of Bengal moved north-northwestwards with a speed of 12 kmph during past 6 hours, and lay centred at 0530 hrs IST of today, the 24th October, over northwest & adjoining central Bay of… pic.twitter.com/fPghki83YT
— India Meteorological Department (@Indiametdept) October 24, 2024
6 રાજ્યો પર અસર
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચક્રવાતી તોફાનની અસર 6 રાજ્યો પર પડી શકે છે. હવામાન વિભાગે 24થી 26 ઓક્ટોબર સુધી 3 દિવસ ઓડિશાના 14 દરિયાકાંઠાવાળા વિજ્લાઓમાં તોફાની પવન ફૂંકાવવાની અને ભારેથી અતિભારે વરસાદની સંભાવના જતાવી છે. 7થી 20 cm વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે.
આંધ્ર પ્રદેશના રાયલસીમામાં 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા છે. કર્ણાટકમાં તોફાન આવતા પહેલા પડેલા વરસાદને કરાણે પૂરની સ્થિતિ છે. વરસાદના કારણે બેંગ્લુરુમાં નિર્માણધીન ઈમારત તૂટવાની ઘટના ઘટી ચૂકી છે. જેમાં 8 લોકોના મોત થયા છે. તમિલનાડુ, પુડુચેરી અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે.
ટ્રેનો, વિમાન સેવા પર રોક
તોફાનની આશંકાને પગલે રેલવેએ 150થી વધુ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરી છે. આ સાથે કોલકાતા એરપોર્ટ પર આજે સાંજે 6 વાગ્યાથી કાલે સવારે 9 વાગ્યા સુધી વિમાન સેવા પર રોક લગાવવામાં આવી છે.
શાળાઓ બંધ
ઓડિશા અને પશ્ચિમ બંગાળ ભીષણ ચક્રવાતી તોફાન માટે તૈયાર છે. બંને રાજ્યોની સરકારોએ લોકોને જોખમવાળા વિસ્તારોમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવામાં આવી છે. ઓડિશાના 14 જિલ્લાઓમાં શાળા, કોલેજો, અને યુનિવર્સિટીઓ સહિત તમામ શૈક્ષણિક સ્થાનો 25 ઓક્ટોબર સુધી બંધ રહેશે. જ્યારે બંગાળમાં 26 ઓક્ટોબર સુધી સાત જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે.
ઓડિશા સરકારે રાજ્યના બે મુખ્ય મંદિરો જગન્નાથ મંદિર અને કોણાર્ક સૂર્ય મંદિરને શ્રદ્ધાળુઓ માટે બંધ કર્યા છે. આ આદેશ હાલ 25 ઓક્ટોબર સુધી પ્રભાવી છે.
ગુજરાતમાં જોવા મળશે અસર?
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દાના વાવાઝોડાની અમદાવાદ શહેર કે રાજ્યભરમાં અસર થવાની શક્યતા નહિવત છે. જો કે હજુ 24 કલાક સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરથી ઉત્તર પૂર્વના સૂકા પવનો શરૂ થવાની સાથે ભેજનું પ્રમાણ ઘટતા ગરમી વધવાની પણ શક્યતા છે. 2 ડિગ્રી ગરમી વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે