દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોત

Family From Gujarat's Accident In Rajasthan : દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માતમાં પરિવારના 5 સદસ્યોનાં મોત, 1 મહિલાની હાલત ગંભીર.. વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ

દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોત

Accident News : દાહોદનો પરિવાર રાજસ્થાનમાં એક ભયાનક કાર અકસ્માતમાં ભોગ બન્યો છે,. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 1 અન્ય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસની મદદથી તમામને કારમાંથી બહાર કાઢ્યા અને પછી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા.

પરિવાર ગુજરાતથી પરત ફરી રહ્યો હતો
પીઆઈ કૈલાશદાને કહ્યું કે માહિતી સામે આવી છે કે તમામ મૃતકો એક જ પરિવારના હોઈ શકે છે. તમામ ગુજરાત ગયા હતા અને તેમના ગામ ખારા પરત ફરી રહ્યા હતા. દાહોદનો પરિવાર જૂની સ્વિફ્ટ કારમાં સવાર હતો. આ દરમિયાન બ્રેક ફેલ થવાથી તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, અને તે અકસ્માતનો શિકાર બન્યો હતો. અકસ્માતમાં ઘાયલ મહિલાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા
અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા, 2 મહિલા, 2 પુરૂષ અને 1 બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું, અકસ્માતની ગંભીરતાને જોતા કલેક્ટર અલ્પા ચૌધરી, એસપી અનિલ કુમાર બેનીવાલ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા, કારમાં સવાર એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશન પાસે સરનેશ્વરજી હાઈવે પર બની હતી. આ કારમાં કુલ છ લોકો ગુજરાતથી જોધપુર જઈ રહ્યા હતા. જેવી કાર સિરોહીના ફોર-લેન હાઈવે પર પહોંચી ત્યારે અચાનક કારનું ટાયર ફાટ્યું, જેના કારણે કાર ઝડપથી કાબૂ બહાર જઈ બીજી દિશામાં જઈને ગટરમાં પડી ગઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news