કોંગ્રેસે કર્યા 20 ઉમેદવારના નામ જાહેર, ચંડીગઢથી પવન બંસલને મળી ટિકિટ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને લઇ મંગળવાર મોડી રાત્રે 20 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. તેમાં સૌથી મુખ્ય નામ પૂર્વ મુખ્યમંત્રી પવન બંસલનું છે. કોંગ્રેસે ફરીથી એકવાર તેમને ચંડીગઢથી મેદાનમાં ઉતાર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019ને લઇ મંગળવાર મોડી રાત્રે 20 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. તેમાં સૌથી મુખ્ય નામ પૂર્વ મુખ્યમંત્રી પવન બંસલનું છે. કોંગ્રેસે ફરીથી એકવાર તેમને ચંડીગઢથી મેદાનમાં ઉતાર્યા છે. ગત વર્ષે તેઓ ભાજપ ઉમેદવાર કિરણ ખેર સામે હારી ગયા હતા. આ બેઠક પર નવજોત સિંહ સિદ્ધુની પત્નીની પણ નજર હતી. તેમણે પણ આ બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ આ બેઠક બંસલને હાથ લાગી છે.
આ સાથે જ કોંગ્રેસે ગુજરાતની 4 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ગુજરાતની જામનગર બેઠક પરથી કોંગ્રેસે મુનુભાઇ કંડોરીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મુનુભાઇના નામની જાહેરાત થતા જ તે સ્પષ્ટ થઇ ગયું કે, આ બેઠક પરથી હાર્દિક પટેલ હવે ચૂંટણી નહીં લડી શકે. કોંગ્રેસે ઝારખંડ 4 અને કર્ણાટકના 2 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ઓરિસ્સા, દાદરા નગર હવેલીથી 1-1 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
Congress releases a list of 20 candidates for #LokSabhaElections2019 ; 4 from Gujarat, 3 from Jharkhand, 2 from Karnataka, 2 from Odisha, 1 from Himachal Pradesh, 1 from D&N Haveli, and 6 from Punjab. Pawan Kumar Bansal to be Congress candidate from Chandigarh pic.twitter.com/gNcAoW005k
— ANI (@ANI) April 2, 2019
આ લિસ્ટમાં બીજુ સૌથી મોટુ નામ સુબોધકાંત સહાયનું છે. કોંગ્રેસના રાંચીથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે કોંગ્રેસે ગાંધીનગરમાં ભાજપ ઉમેદવાર અમિત શાહની સામે ડો. સીજે ચાવડાને ઉતાર્યા છે.
ગુજરાત
ગાંધીનગરથી ડો. સી.જે ચાવડા
પૂર્વ અમદાવાદથી ગીતાબેન પટેલ
સુરેન્દ્રનગરથી સોમાભાઇ પટેલ
જામનગરથી મુનુભાઇ કંડોરીયા
હિમાચલ પ્રદેશ
કાંગડાથી પવન કાજલ
ઝારખંડ
રાંચીથી સુબોધ કાંત સહાય
સિંહભૂમિ (એસટી)થી ગીતા કોરા
લોહારડાગા (એસટી)થી સુખદેવ ભગત
કર્ણાટક
ધારવાડથી વિનય કૂલકર્ણી
દાવાનાગેરેથી એચબી મનજપ્પા
ઓરિસ્સા
જાજપુર (એસસી)થી માનસ જેના
કટકથી પંચાનન કાનૂનગો
પંજાબ
ગુરદાસપૂરથી સુનીલ ઝાખડ
અમૃતસરથી ગુરજીત સિંહ
જલંધર (એસસી)થી સંતોખ સિંહ ચૌધરી
હોશિયારપુર (એસસી)થી ડો. રાજકુમાર છાબ્બેવાલ
લુધિયાનાથી રવનીત સિંહ બિટ્ટ
પટિયાલાથી પ્રનીત કૌર
ચંડીગઢ
ચંડીગઢથી પવન કુમાર બંસલ
દાદરા નગર અને હવેલી
દાદરા નગર અને હવેલી (એસટી)થી પ્રભૂ રતનભાઇ ટોકિયા
આ સાથે જ કોંગ્રેસે ઓરિસ્સા વિધાનસભા માટે 9 ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે જ યોજાવાની છે.
Congress releases a list of 9 candidates for #Odisha assembly elections pic.twitter.com/OATiBVyGkO
— ANI (@ANI) April 2, 2019
ઓરિસ્સામાં પાછલા બે દશકથી નવીન પટનાયક સત્તામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે