Congress નેતા શશિ થરૂરને બીજો કોઈ મુદ્દો મળતો જ નથી? હવે PM મોદી વિશે કરી એવી વાત...કે મામલો ગરમાયો

શશિ થરૂરના આ નિવેદન પર કેન્દ્રીય સંસદીય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને તેમના પર પલટવાર કર્યો છે. જાણો આખરે મામલો શું છે. તેમણે પીએમ મોદીની કઈ ચીજ વિશે મજાક ઉડાવી છે. 

Congress નેતા શશિ થરૂરને બીજો કોઈ મુદ્દો મળતો જ નથી? હવે PM મોદી વિશે કરી એવી વાત...કે મામલો ગરમાયો

નવી દિલ્હી: કેન્દ્રીય સંસદીય અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને બુધવારે પૂર્વ વિદેશ રાજ્યમંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor)  દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની દાઢીની મજાક ઉડાડવા બદલ તેમની આકરી ટીકા કરી છે. મુરલીધરને ટ્વીટ કરીને કહ્યું કે 'જલદી સાજા થઈ જાઓ શશિ થરૂર. હું આયુષ્યમાન ભારત હેઠળ હોસ્પિટલમાં તમારી વ્યવસ્થા કરાવી દઈશ. તમારી બીમારીમાંથી જલદી સાજા થઈ જાઓ.'

જેના પર શશિ થરૂરે પલટવાર કરતા કહ્યું કે 'સંઘીઓ' માં હાસ્ય બોધ ન હોવો એ એક જૂની સમસ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'હું આશ્વસ્ત છું કે મારી જે બીમારી છે તેનો ઈલાજ સંભવ છે પરંતુ તમારા જેવા સંઘીઓમાં હાસ્ય બોધ ન હોવો એક જૂની બીમારી છે અને તેના માટે આયુષ્યમાન ભારત હેઠળ પણ કોઈ સારવાર નથી.'

— Shashi Tharoor (@ShashiTharoor) March 3, 2021

અત્રે જણાવવાનું કે બંને રાજનેતાઓ કેરળથી છે. જ્યાં વિધાનસભા ચૂંટણી થવાની છે. બે દિવસ પહેલા શશિ થરૂરે ટ્વિટર પર એક મીમ શેર કર્યો હતો. જેના એક ગ્રાફમાં દેશની તૂટતી જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા હતા. તે મીમમાં વધુ એક તસવીર હતી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જેમ જેમ પીએમ મોદીની દાઢી વધતી ગઈ, તેમ તેમ જીડીપીનો ગ્રાફ ઘટતો ગયો. થરૂરે આ મીમ શેર કરતા લખ્યું હતું કે આને કહે છે 'ગ્રાફિક ઈલેસ્ટ્રેશનનો અર્થ'.

થરૂરે જીડીપીનો જે ગ્રાફ શેર કર્યો છે તે વર્ષ 2017થી લઈને 2019 સુધીનો છે. એટલે કે કોરોનાકાળ પહેલાનો છે. જ્યારે પીએમ મોદીની દાઢી કોરોનાકાળમાં વધી છે. કોરોના કાળમાં તો જીડીપી સતત બે વાર માઈનસમાં પહોંચી ગઈ હતી પરંતુ હવે તે પ્લસમાં આવી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news