'BJPને વોટ આપો 50 રૂપિયામાં તો ઘુઘરા જેવા થઈ જાવ એવો સારા માંયલો દારૂ આપીશું!' ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન!

ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ જાત-જાતના વાયદા કરતા હોય છે. પ્રજાને લોભામણી જાહેરાતો કરીને નેતાઓ મતની માંગણી કરતા હોય છે. ત્યારે ભાજપના એક દિગ્ગજ નેતાએ જનસભામાં જે વચન આપ્યું છે તેના કારણે હાલ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

'BJPને વોટ આપો 50 રૂપિયામાં તો ઘુઘરા જેવા થઈ જાવ એવો સારા માંયલો દારૂ આપીશું!' ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન!

નવી દિલ્લીઃ ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓ જાત-જાતના વાયદા કરતા હોય છે. પ્રજાને લોભામણી જાહેરાતો કરીને નેતાઓ મતની માંગણી કરતા હોય છે. ત્યારે ભાજપના એક દિગ્ગજ નેતાએ જનસભામાં જે વચન આપ્યું છે તેના કારણે હાલ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું છેકે, તમે અમને મત આપો અમે તમને સાવ સસ્તામાં સારા માંયલો દારૂ આપીશું. જાણીને તમને જરૂર અચરજ થશે પણ શું છે સમગ્ર મામલો એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

વાત જરા એમ છેકે, ચૂંટણીટાણે રાજનેતાઓ જાહેર જનતાને સંબોધતા હોય છે, અને ઘણાં વાયદા-વચનો આપતા હોય છે. ભાજપના એક દિગ્ગજ નેતાએ આવું જ કંઈક કર્યું છે જેના કારણે હાલ સમગ્ર દેશમાં આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. 'ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું તમે વોટ આપો, આગામી સમયમાં 50 રૂપિયામાં સારો ઈંગ્લીશ દારૂ મળતો થઈ જશે'

No description available.

આંધ્રપ્રદેશમાં હજુ પણ ચૂંટણી દૂર છે, પરંતુ ચૂંટણી સાથે જોડાયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષનું અજીબોગરીબ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. અહીં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સોમવીર વીરરાજુએ કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો લોકોને 75 રૂપિયામાં દારૂ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે વિજયવાડા શહેરમાં જનાગ્રહ સભા યોજાઈ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને પાર્ટીના મહાસચિવ સુનીલ દેવધર પણ સામેલ થયા હતા.

 

— ANI (@ANI) December 29, 2021

 

કાર્યક્રમમાં સોમુ વીરરાજુએ કહ્યું, ''કે ભાજપ માટે વોટ આપો, અમે તમને 70 રૂપિયામાં દારૂ આપીશું. જો મહેસુલ વધશે તો દારૂની કિંમત 50 રૂપિયા કરી દેવામાં આવશે. સોમુ વીરરાજુએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં ખરાબ ક્વોલિટીવાળી દારૂ વેચવામાં આવી રહી છે. અને આ સત્તાધારી પાર્ટીના નેતાઓની મિલીભગતને કારણે થાય છે.'' ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં કહ્યું કે પ્રદેશમાં દરેક વ્યક્તિ દારૂ પર 12,000 રૂપિયા પ્રતિ માહ ખર્ચે છે. રાજ્યમાં એક કરોડ લોકો દારૂ પી રહ્યાં છે, હું ઈચ્છું છું કે એક કરોડ લોકો ભાજપને મત આપે. ભાજપ સત્તામાં આવશે તો ઉચ્ચ ગુણવત્તાવાળી દારૂ ઉપલબ્ધ કરાવશે.

TMC સાંસદે સાધ્યું નિશાન-
ભાજપના નેતાના આ નિવેદન પર વિપક્ષી દળોએ તેમને ઘેરવાનું શરૂ કર્યું...TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ પ્રહાર કરતા કહ્યું કે, ''અમિત શાહ અને નરેન્દ્ર મોદીની આ અવ્વલ ચૂંટણી રાજનીતિ છે. હવે શું આગળ કબાબની વાત કરવામાં આવશે?''

આપને જણાવી દઈએ કે YSRCP સરકારે પણ લોકોને આકર્ષવા માટે દારૂની કિંમતો ઘટાડી હતી. આમાં મોટાભાગની ડ્યુટીઝને ઘટાડવામાં આવી હતી. આમાં ભારતમાં બનેલી વિદેશી દારૂની કિંમત રાજ્યમાં 15-20 ટકા ઘટી ગઈ હતી. આ પહેલા આંધ્રપ્રદેશ સરકારમાં દારૂના સેવનને ઘટાડવા માટે દારૂની કિંમતોમાં 75 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આવું લોકડાઉન બાદ પણ જ્યારે પ્રતિબંધો હટાવાયા હતા ત્યારે કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news