અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણીને હચમચી જશો

Surat Maulvi Arrested : હિન્દુવાદી નેતાઓને ધમકી કેસમાં પકડાયેવા અબુ બકરની પૂછપરછમાં ખુલાસો.. પાકિસ્તાની યુવતી સાથે લગ્નની લાલચ આપી કરાતા હિન્દુ યુવકોને ટાર્ગેટ.. ધર્મપરિવર્તન બાદ કરાતું હિન્દુ વિરોધી કામ માટે દબાણ

અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણીને હચમચી જશો

Surat Crime News : સુરતમાં હિંદુવાદી નેતાની હત્યાના ષડયંત્ર મામલામા અબુબકર ઉર્ફ અશોક સુથારની ધરપકડ બાદ અનેક મોટા ઘટસ્ફોટ થયા છે. પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્નની લાલચ આપી હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. યુવકોને મુસ્લિમ બનાવ્યા બાદ હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કરાતું હતું.

અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર મળી આવ્યા છે. અશોક સુથાર ઉર્ફે અબુ બકરને પણ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ હતી. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મપરિવર્તન કરી અબુબકર બની ગયો હતો. 

 

દિલ્હીમાં મૌલવી અશોક સુથારના સંપર્કમાં આવ્યો હતો 
હિન્દુવાદી નેતાના હત્યા ષડયંત્રમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરાયા બાદ મૌલવી સાથે સંપર્કમાં રહેલા વધુ એક શખ્સની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરાઈ છે. મૌલવી સાથે સંપર્કમાં રહેલો અશોક સુથારની ક્રાઈમ બ્રાંચની ટીમે બિકાનેરથી ધરપકડ કરી છે. અશોક સુથાર સાથે મૌલવી ચેટીંગ કરતો હતો. પોલીસ તેની પાસેથી મોબાઇલ ફોન લેપટોપ સહિતના ડિવાઇઝ જપ્ત કર્યા છે. પ્રાથમિક પુછપરછમાં અશોક સુથારે ધર્મપરિવર્તન કરીને અબુબકર બની ગયો હોવાનું ખૂલ્યું છે. જ્યારે તે દિલ્હીમાં હતો ત્યારે મૌલવી સાથે સંપર્કમાં આવ્યો હતો. અશોક ત્યાં કોમ્પ્યુટરને લગતો ધંધો કરતા અશોકની પુછપરછમાં ઘણા ખુલાસા થવાની શક્યતાઓ છે. 

ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે
દેશના હિન્દુવાદી નેતાઓને ધમકી આપી તેમને જાન થી મારી નાખવા માટે ષડયંત્ર પાકિસ્તાનમાં બેસેલા ડોગર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ ખુલાસો સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં બેસીને ભારતમાં હિન્દુ નેતાઓની હત્યા કરવા માટે સ્લીપર સેલ ને ડોગરે એક્ટિવ કર્યા હતા. આ મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી મૌલવી પાસે બે ઇલેક્શન કાર્ડ, તો બિહારથી ધરપકડ કરાયેલા મોહમ્મદ રઝા પાસે નેપાળની નાગરિકતા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનથી આરોપીઓને નાણાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ કેટીએસએ જે આરોપીની ધરપકડ કરી છે તેનું કનેક્શન પણ પાકિસ્તાનના ડોગર સાથે જોડાયેલ છે. જેથી સુરત પોલીસ યુપી એટીએસ સાથે મળીને તપાસ કરશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2024

 

મોલવી પાસે બે જન્મના દાખલા પણ મળી આવ્યા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બેસીને ભારતના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ભારતના જ યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરી રહ્યો હતો. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને જાન થી મારી નાખવાની ધમકી મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી મોલવી સોહિલની ધરપકડ કરી હતી. મોલવીની ધરપકડ બાદ અનેક ઘટસ્ફોટ સામે આવ્યા છે. મોલવી સાથે અન્ય બે લોકોની બિહાર અને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે. બિહારથી મોહમ્મદ રઝા અને મહારાષ્ટ્રથી શકીલની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોલવી પાસે બે ચૂંટણી કાર્ડ છે જેની ઉપર ના એપી નંબર અલગ અલગ છે આ સાથે મોલવી પાસે બે જન્મના દાખલા પણ મળી આવ્યા છે જેમાંથી એક સુરત અને એક મહારાષ્ટ્રનું છે. એટલું જ નહીં બિહારથી ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ રઝા નેપાળની નાગરિક છે પરંતુ તેની પાસે ભારતનો આધાર કાર્ડ પણ છે આ સમગ્ર મામલે હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

17 વર્ચ્યુઅલ નંબર મળી આવ્યા
ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર ભારતના પોતાના સ્લીપર સેલને વર્ચ્યુઅલ નંબર આપતો હતો જેમાં મોલાના મોહમ્મદ રઝાક અને સોહેલ સામેલ છે, આ લોકો પાસેથી 17 વર્ચ્યુઅલ અને 42 ઇમેલ એડ્રેસ મળી આવ્યા છે. આ વર્ચ્યુઅલ નંબર પરથી ગ્રુપ કોલિંગ કરી આ લોકો હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. જેમાં નુપુર શર્મા પણ સામેલ છે. રામ મંદિર માટે પદયાત્રા કરનાર શબનમ શેખ, સુરેશ રાજપુત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા, કુલદીપ સોની સહિતના લોકો સામેલ છે.. હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે આરોપીઓને ડોગર પાકિસ્તાન ભી હથિયાર પણ મોકલવાનો હતો એટલું જ નહીં આ માટે એક કરોડ રૂપિયા પણ પાકિસ્તાનથી મોકલવાની વાત તેને કરી હતી.

મોલવી પાસે બે ઇલેક્શન કાર્ડ તો રજા નેપાલી નાગરિક
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર આ લોકોને ઓપરેટ કરતો હતો. જ્યારે ગ્રુપ કોલ કરવામાં આવતો હતો ત્યારે તેને એકે ફોર્ટી સેવન સાથે પોતાની તસ્વીર પણ ત્યાં મૂકી હતી. આરોપીઓ ને તે વર્ચ્યુઅલ નંબર મોકલતો હતો હવાલા મારફતે પણ આરોપીઓને પૈસા મોકલવામાં આવ્યા છે જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. મોલવી એ કઈ રીતે બે ઇલેક્શન કાર્ડ બનાવ્યા અને સાથે અન્ય આરોપી મોહમ્મદ રઝા કઈ રીતે નેપાલની નાગરિકતા ધરાવવા છતાં ભારતમાં આધારકાર્ડ બનાવે છે તે અંગેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. આરોપી મોહમ્મદ રજા નેપાલ માં ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે. તે ભારત આવ્યો ત્યારે તેની ધરપકડ બિહારના મુઝફ્ફર પુર થી કરવામાં આવી હતી.

મોલવીની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે
સાથે તેઓએ જણાવ્યું હતું કે હાલ હજી યુપીએટીએસ દ્વારા જી-આઉલ-હક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેના સીધા સંપર્ક આઇએસઆઇ સાથે છે તેને જણાવ્યું છે કે તેને પણ ફંડિંગ પાકિસ્તાનમાં બેસેલા ડોગર દ્વારા કરવામાં આવી રહ્યો હતો. જેથી યુપી એટીએસ સાથે મળીને બંને કેસમાં જે ડોગર છે તે એક જ વ્યક્તિ છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. કારણકે ફંડિંગ માટે બંને કેસમાં એક જ વ્યક્તિનું નામ આવી રહ્યું છે જે પાકિસ્તાનમાં છે. સુરતના આરોપીઓને પણ ફંડિંગ હવાલા મારફતે કરવામાં આવી છે જે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે આ સાથે પંજાબ અને પ્રદેશની પણ મદદ લેવામાં આવશે કે તેમની સડોવની ની અન્ય કેસોમાં છે કે નહીં.

પાકિસ્તાનના યુટ્યુબર ના એકાઉન્ટ મારફતે સ્લીપર સેલ એક્ટિવ કરતા હતા
સાથે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ભારતમાં રહેલા યુવાનો કે જે કટરવાદ મા માને છે આવા યુવાનોને ડોગર પોતાનો સ્લીપર સેલ બનાવતો હતો. ભારત વિરોધી વિચારધારા રાખનાર અને વિડીયો બનાવનાર પાકિસ્તાનના યુટ્યુબર જેશબાબા ને આ આરોપીઓ ફોલો કરતા હતા. આવા ફોલોવર જે લાઇક અને કમેન્ટ કરે તેમને પાકિસ્તાની ડોગર સંપર્ક કરતો હતો અને ત્યારબાદ તેમને હિન્દુવાદી નેતાઓને ટાર્ગેટ કરવા માટે હતો આવી રીતે તે દેશના યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરતો હતો.અગાઉ એન્ટી હિન્દુ પોસ્ટ ને લઈ મોલવીની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news