પાદરીએ ધર્મ લજવ્યો, સગીરાને ઘરે બોલાવી કરતો કુકર્મ, પત્ની પણ પાપમાં બનતી ભાગીદાર

તાપી જિલ્લામાં એક શર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે. હવસખોર પાદરીએ 16 વર્ષીય કિશોરીને પીંખી નાંખી હતી. એટલુ જ નહિ, આ પાદરીને તેની પત્ની પણ કુકર્મો કરવામાં મદદ કરી હતી. ત્યારે પાદરની મદદગારીમાં તેની પત્નીની પણ સંડોવણી બહાર આવતા પોલીસે ચર્ચના પાદરી અને તેની પત્નીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પાદરીએ ધર્મ લજવ્યો, સગીરાને ઘરે બોલાવી કરતો કુકર્મ, પત્ની પણ પાપમાં બનતી ભાગીદાર

નરેન્દ્ર ભૂવેચિત્રા/તાપી :તાપી જિલ્લામાં એક શર્મસાર ઘટના પ્રકાશમાં આવી છે. હવસખોર પાદરીએ 16 વર્ષીય કિશોરીને પીંખી નાંખી હતી. એટલુ જ નહિ, આ પાદરીને તેની પત્ની પણ કુકર્મો કરવામાં મદદ કરી હતી. ત્યારે પાદરની મદદગારીમાં તેની પત્નીની પણ સંડોવણી બહાર આવતા પોલીસે ચર્ચના પાદરી અને તેની પત્નીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરા રહે છે. આ સગીરાને તેના જ ગામના એક ચર્ચના પાદરીએ ત્રણવાર પીંખી નાખી હતી, જે અંગે પીડિતાએ પરિવારજનોને વાતો કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પરિવારજનોએ આ મામલે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરી ચર્ચના પાદરી સાથે તેની મદદગારી કરનાર તેની પત્નીની પણ અટકાયત કરી છે. 

આ કેસ વિશે તાપીના ડીવાયએસપી આરએલ માવાણીએ માહિતી આપી કે, આરોપી ચર્ચના પાદરી બલીરામ કોકણી પીડિતાને કોઈને કોઈ બહાના હેઠળ તેને બોલાવીને અલગ અલગ જગ્યાઓ પર ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. તેની પત્નીએ પણ તેને આ ગંદા કામ માટે મદદ કરી હતી. પાદરીની પત્નીએ દુષ્કર્મનો વીડિયો ઉતારીને આરોપીને મદદ કરતી હતી.
 
સમાજને ધર્મની રાહ ચીંધનારા જ જ્યારે દુષ્કૃત્ય આચારી સમાજને લાંછન લગાવે તેવી ઘટનાને અંજામ આપે ત્યારે તેની સામે તિરસ્કારની લાગણી પેદા થાય છે. સોનગઢ પંથકમાં બનેલ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટનામાં ખુદ ચર્ચના પાદરીની સીધી સંડોવણી સામે આવતા પંથકમાં પાદરી સામે તિરસ્કારની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે પોલીસ તલસ્પર્શી અને નિષ્પક્ષ કાર્યવાહી કરી આરોપીઓને સખત સજા થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news