Xiaomi એ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન, 15 મિનિટમાં થશે ફુલ ચાર્જ, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi 12, Xiaomi 12 Pro, અને Xiaomi 12X લેટેસ્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ, લેટેસ્ટ MIUI 13 કસ્ટમ સ્કિન આઉટ ઓફ ધ બોક્સ, 50MP ત્રિપલ કેમેરા અને 120W સુધી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. 
 

Xiaomi એ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન, 15 મિનિટમાં થશે ફુલ ચાર્જ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ Xiaomi 12, Xiaomi 12 Pro, અને Xiaomi 12X ફોન ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ પાછલા વર્ષની Xiaomi 11 સિરીઝના સક્સેસરના રૂપમાં આવ્યા છે. Xiaomi 12, Xiaomi 12 Pro, અને Xiaomi 12X લેટેસ્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ, લેટેસ્ટ MIUI 13 કસ્ટમ સ્કિન આઉટ ઓફ ધ બોક્સ, 50MP ત્રિપલ કેમેરા અને 120W સુધી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. Xiaomi 12 અને Xiaomi 12 Pro માં બેક પેનલ પર લેધર ફિનિશ છે. આવો જાણીએ Xiaomi 12 ની કિંમત અને ફીચર્સ.

Xiaomi 12 Series Price
Xiaomi 12 ની કિંમત 8GB/128GB વેરિએન્ટ માટે  3,699 યુઆન (43,700 રૂપિયા), 8GB/256GB  મોડલ માટે 3,999 યુઆન (47,200 રૂપિયા) અને 12GB/512GB વેરિએન્ટની કિંમત 4,399 યુઆન (52,000 રૂપિયા) છે. Xiaomi 12 Pro  ની કિંમત 8જીબી રેમ માટે 44699 યુઆન (55,100 રૂપિયા) અને ટોપ-ટિયર વેરિએન્ટ માટે 5399 યુઆન (63300 રૂપિયા) થી શરૂ થાય છે.   Xiaomi 12X 8GB/128GB વેરિએન્ટ માટે 3199 યુઆન (લગભગ 37500 રૂપિયાધ) ની શરૂઆતી કિંમતની સાથે આવે છે.  8GB+256GB અને 12GB+256GB વેરિએન્ટની કિંમત 3499 યુઆન (41000 રૂપિયા) અને 3799 યુઆન (44500 રૂપિયા) છે. 

Xiaomi 12 Specifications
Xiaomi 12 માં 6.28 ઇંચ 2K AMOLED ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ, સેન્ટર પોઝીશન પંચ-હોલ કટઆઉટ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ અને HDR10+ છે. આ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 સીપીયૂ દ્વારા સંચાલિત છે, જેને 12જીબી રેમ, 256GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યું છે. હેન્ડસેટ બોક્સની બહાર MIUI 13 કસ્ટમ સ્કિનની સાથે Android 12 OS ચાલે છે. Xiaomi 12 માં પાછળની તરફ ત્રિપલ કેમેરા છે, જેમાં 50MP Sony IMX766 સેન્સર, 123- ડિગ્રી FoV ની સાથે  13MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ અને  3x ઓપ્ટિકલ ઝૂમ અને OIS ની સાથે 5MP ટેલીફોટો લેન્સ છે. તેમાં સેલ્ફી અને વીડિયો ચેટ માટે 32MP નો કેમેરો છે. ફોનમાં  67W ફાસ્ટ ચાર્જિંગ અને  50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4,500mAh ની બેટરી છે. કનેક્ટિવિટી ફીચરમાં 5જી, 4જી એલટીઈ, વાઈફાઈ 6ઈ, એનએફસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યૂએસબી ટાઈ-સી પોર્ટ સામેલ છે. 

Xiaomi 12 Pro specifications
Xiaomi 12 में 120Hz રિફ્રેશ રેટની સાથે 6.73 ઇંચ 2K AMOLED ડિસ્પ્લે, સેન્ટર પોઝીશન, પંચ હોલ-કટઆઉટ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ અને HDR10+ છે. હેન્ડસેટ એન્ડ્રોયડ 12 ઓએસને  MIUI 13 કસ્ટમ સ્કિનની સાથે બૂટ કરે છે અને  120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી પેક કરે છે. એટલે કે ફોન મિનિટોમાં ફુલ ચાર્જ થશે. કનેક્ટિવિટી ફીચરમાં 5જી, 4જી એલટીઈ, વાઈ-ફાઈ 6ઈ, એનએફસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યૂએસબી ટાઈપ-પી સામેલ છે.  Xiaomi 12 Pro ની પાછળ ત્રિપલ કેમેરો છે, જેમાં 500 એમપીનો છે. આ સિવાય સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો છે. 

Xiaomi 12X specifications
Xiaomi 12X में 120Hz રિફ્રેશ રેટની સાથે 6.28 ઇંચની ડિસ્પ્લે છે, જેને 12જીબી રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યું છે. Xiaomi 12X મેટ ફિનિશની સાથે કર્વ્ડ રિયર પેનલની સાથે આવે છે અને ત્રણ કલર ઓપ્શન- બ્લેક, બ્લૂ અને પર્પલમાં આવે છે. ડિવાઇસમાં  4,500mAh ની બેટરી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનના બેકમાં ત્રિપલ કેમેરા અને ફ્રંટમાં એક 32 મેગાપિક્સલનો કેમેરો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news