Cyclone Prediction: આવતી કાલનો દિવસ ભારે! વાવાઝોડું 'રેમલ' કયા વિસ્તારોને ધમરોળશે? Photos થી જાણો વાવાઝોડાનો સંભવિત રૂટ

Cyclone Prediction: ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. 

1/12
image

ભારતીય હવામાન ખાતા તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું છે કે બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે. 24મી મે એટલે કે શુક્રવારે સવાર સુધીમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેની સંભાવના છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે.   

ગુજરાત ઉપર પણ ઘાત!

2/12
image

પૂર્વાનુમાન મુજબ ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આથી હવામાન વિભાગે 28મી મે 2024ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

તોફાનની અસર

3/12
image

બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અહીં પણ 64.5 મિમી થી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે. 

ચોમાસા પર અસર?

4/12
image

વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે આ અંગે હવામાન વિભાગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.   

70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

5/12
image

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24મી મેના રોજ સવારથી 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તારોમાં તથા 25મી મેના રોજ સવારથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં 24 કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. ઓડિશાના વિશેષ રાહત આયુક્તે  જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાનું અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે.   

ક્યાં થશે અસર

6/12
image

25મી મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના  બાલાસોર જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ભાગોમાં 64.5 મિમીથી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. 

સંભવિત રેમલ વાવાઝોડાનો રૂટ

7/12
image

જો આ હળવું દબાણ વાવાઝોડામાં ફેરવાય તો તેનું નામ રેમલ હશે. આ સંભવિત રેમલ વાવાઝોડાનું રૂટ શું હોઈ શકે તે windy.com માં જે રીતે અંદાજિત દર્શાવ્યું છે તે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ.  (સંભવિત વાવાઝોડાના સંભવિત રૂટની તસવીરો windy.com પરથી લેવામાં આવી છે.) આ તસવીરમાં આજે શું પરિસ્થિતિ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે. 

8/12
image

આ તસવીરમાં આવતી કાલે એટલે કે 24મી મેના રોજ શું સ્થિતિ હશે તે સમજવવાનો પ્રયત્ન કરાયો છે. 

9/12
image

25મી મેના રોજ આ સ્થિતિ હોઈ શકે છે. 

10/12
image

તારીખ 26મી મેના રોજ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે. 

11/12
image

27મી મેના રોજ સંભવિત સ્થિતિ (સંભવિત વાવાઝોડાના સંભવિત રૂટની તમામ તસવીરો windy.com પરથી લેવામાં આવી છે.)

12/12
image

28મી મેના રોજ સંભવિત સ્થિતિ