Uric Acid: 100 ની સ્પીડે ઘટશે વધેલું યુરિક એસિડ, રોજ 1 ચમચી આ આયુર્વેદિક ઔષધી ખાઈ લેવી

Home Remedies For Uric Acid: આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર શરીરમાં ત્રણ દોષ હોય છે. એ છે વાત, પિત્ત અને કફ. આ દોષના આધારે જ બીમારી વિશે જાણવામાં આવે છે. ત્યાર પછી તેનો ઉપચાર થાય છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર યુરિક એસિડનું સ્તર વધવું એ વાત રક્તનો દોષ કહેવાય છે. તેને કંટ્રોલ કરવા માટે ત્રિફલા સૌથી ઉત્તમ સાબિત થાય છે. 

Uric Acid: 100 ની સ્પીડે ઘટશે વધેલું યુરિક એસિડ, રોજ 1 ચમચી આ આયુર્વેદિક ઔષધી ખાઈ લેવી

Home Remedies For Uric Acid:શરીરમાં જો યુરિક એસિડ વધી જાય તો તેના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. વધેલું યુરિક એસિડ શરીરને ઘણી સમસ્યાનું કારણ બને છે. યુરિક એસિડના કારણે શરીરના સાંધામાં ગાઉટ બનવા લાગે છે. જે ગાંઠ જેવું દેખાય છે. જેના કારણે સાંધામાં અસહ્ય દુખાવો રહે છે અને સોજો પણ આવે છે. આ સ્થિતિમાં પણ બેદરકારી રાખવામાં આવે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. 

યુરિક એસિડનું લેવલ કંટ્રોલમાં રાખવું હોય તો સૌથી સરળ રસ્તો એ છે કે પ્યુરિન યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન ઘટાડવું. એટલે કે દાળ, કઠોળ, રાજમા, છોલે, દારૂ અને ખાંડ યુક્ત પદાર્થોનું પ્રમાણ આહારમાં ઓછું કરી દેવું અથવા તો બંધ કરી દેવું. આ વસ્તુઓને બદલે આહારમાં ફળ શાકભાજી આખા અનાજનો સમાવેશ કરવો. આ ફેરફાર કરવાની સાથે આયુર્વેદિક ઔષધીની મદદથી પણ યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.  

આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર શરીરમાં ત્રણ દોષ હોય છે. એ છે વાત, પિત્ત અને કફ. આ દોષના આધારે જ બીમારી વિશે જાણવામાં આવે છે. ત્યાર પછી તેનો ઉપચાર થાય છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર યુરિક એસિડનું સ્તર વધવું એ વાત રક્તનો દોષ કહેવાય છે. તેને કંટ્રોલ કરવા માટે ત્રિફલા સૌથી ઉત્તમ સાબિત થાય છે. 

ત્રિફળા ત્રણ ભારતીય ઔષધી હરડે, બહેડા અને આમળાનું મિશ્રણ હોય છે. આ ત્રણેય શક્તિશાળી જડીબુટ્ટીઓ છે જે સાથે મળીને તેના ગુણને ત્રણ ગણા વધારે છે. ત્રિફળાનો ઉપયોગ વર્ષોથી અલગ અલગ રોગની ચિકિત્સામાં કરવામાં આવે છે. ત્રિફળા યુરિક એસિડને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ત્રિફળાનું સેવન કરવાથી શરીરના ત્રણેય દોષ સંતુલિત થાય છે. આ સિવાય ત્રણ સૌથી મોટા ફાયદા પણ થાય છે. 

ત્રિફળાથી થતા ફાયદા 

- ત્રિફળા શરીરના સોજા ઉતારે છે. યુરિક એસિડના કારણે સાંધામાં આવેલા સોજાને ત્રિફળા ઝડપથી ઉતારી શકે છે. 

- જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે તો ઘણી બધી સમસ્યા પણ વધવા લાગે છે જેમાંથી એક છે કિડનીમાં પથરી. યુરિક એસિડ સતત વધારે રહે તો પથરી થવાની સંભાવના વધી જાય છે જો તમે ત્રિફળાનું સેવન કરો છો તો આ પરેશાનીથી રાહત મળી શકે છે. ત્રિફળાનું સેવન કરવાથી યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળે છે. 

- ત્રિફળાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. યુરિક એસિડના સ્તરને કંટ્રોલ કરવાની સાથે ત્રિફળા બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news