Vaccination બાદ જો થઇ આડઅસર તો વળતર આપશે Bharat Biotech, કરી આ મોટી જાહેરાત
Trending Photos
હૈદરાબાદ: દેશમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination) પ્રક્રિયા શરૂ થઈ છે. આ વચ્ચે કેટલાક લોકો આડઅસર (Vaccine Side Effect) અંગે સવાલો ઉભા કરી રહ્યા છે. આ સવાલોની વચ્ચે વેક્સીન બનાવતી કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) મોટી જાહેરાત કરી છે.
ભારત બાયોટેકની મોટી જાહેરાત
લાંબા અંતરાલ બાદ કોરોના સામે સ્વદેશી વેક્સીનના લોકો સુધી પહોંચવાની શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ આડઅસરના સવાલોને લઇને ભારત બાયોટેકે (Bharat Biotech) કહ્યું છે કે, જો વેક્સીન બાદ કોઈને પણ ગંભીર આડઅસર થયા છે તો કંપની વળતર (Compensation) આપશે.
ભારત બાયોટેકને મળ્યો છે મોટો ઓર્ડર
વેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેકને (Bharat Biotech) કેન્દ્ર સરકાર પાસેથી 55 લાખ વેક્સીન તૈયાાર કરવાનો ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ કંપી વેક્સીનની તૈયારીઓ કરી રહી છે. હવે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, જો રસી લગાવ્યા બાદ કોઈપણ ગંભીર આડઅસર થયા છે તો તે શખ્સને કંપની વળતર આપશે.
રસી લગાવ્યા બાદ પણ રાખો સાવધાની
આડઅસર (Vaccine Side Effect) ઉપરાંત કંપનીએ રસી લગાવ્યા બાદ પણ લોકોને સાવધાની રાખવા અપીલ કરી છે. ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે (BBIL) કહ્યું છે કે, વેક્સીનેશન બાદ પણ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
ભારત બાયોટેકના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટરની ટ્વીટ
ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડના (BBIL) જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલ્લાએ એક ટ્વીટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, કોવેક્સીન અને ભારત બાયોટેક, રાષ્ટ્ર અને કોરોના યોદ્ધાઓની સેવા કરી સન્માનિત અને કૃતજ્ઞ અનુભવ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે