ક્રિકેટર હાર્દિક-કૃણાલે સંપુર્ણ બ્રાહ્મણ સંસ્કારો સાથે કર્યા પિતાના અંતિમ સંસ્કાર, પિતામ્બરી પહેરી અંતિમયાત્રામાં જોડાયા

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો આવતા ક્રિકેટર બંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઇ પંડ્યાનું નિધન થયું હતું. જેથી બંન્ને પુત્રો કૃણાલ-હાર્દિક પંડ્યા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. જ્યારે બંન્ને દીકરાઓએ પીતાંબરી પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અંતિમયાત્રા કાઢી હતી. ત્યાર બાદમાં વડીવાડી ખાતે અગ્નિસંસ્કાર અર્પિત કરવામાં આવ્યા હતા. 

ક્રિકેટર હાર્દિક-કૃણાલે સંપુર્ણ બ્રાહ્મણ સંસ્કારો સાથે કર્યા પિતાના અંતિમ સંસ્કાર, પિતામ્બરી પહેરી અંતિમયાત્રામાં જોડાયા

વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો આવતા ક્રિકેટર બંધુના 71 વર્ષીય પિતા હિમાંશુભાઇ પંડ્યાનું નિધન થયું હતું. જેથી બંન્ને પુત્રો કૃણાલ-હાર્દિક પંડ્યા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. જ્યારે બંન્ને દીકરાઓએ પીતાંબરી પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અંતિમયાત્રા કાઢી હતી. ત્યાર બાદમાં વડીવાડી ખાતે અગ્નિસંસ્કાર અર્પિત કરવામાં આવ્યા હતા. 

બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટીના ચેરમેન સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, છેલ્લા લાંબા સમયથી હિમાંશુભાઇની તબિયત નાદુરસ્ત રહેતી હતી. આજે વહેલી સવારે 4 વાગ્યે હાર્ટ એટેક આવતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ તેમનું નિધન થયું હતું. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો હતો. વડોદરા ભાયલી રોડ પર આવેલા તેમના ઘરેથી અંતિમયાત્રા કાઢી વડીવાડી સ્મશાનમાં તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર કિરણ મોરે પણ અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. 

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતા કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9 માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેમણે સમગ્રપણે ક્રિકેટપર ભાર આપવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે ક્રિકેટ કીટ પણ નહોતી. બંન્ને ભાઇઓ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી ક્રિકેટ કીટ લઇને રમતા હતા. જો કે અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હોવાથી મેગી ખાઇને કામ ચલાવતો હતો. આ દરમિયાન હાર્દિકનાં પરિવારની સ્થિતી ખુબ જ નબળી હતી. જો કે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા તેની પસંદગી કરાયા બાદ તેનું જીવન 360 ડિગ્રી બદલાઇ ગયું હતું. હાલ કૃણાલ અને હાર્દિક ખુબ જ સંપત્તીવાન છે. ભારતીય ક્રિકેટ ટીમનાં સૌથી વધારે પૈસા કમાતા ખેલાડીઓ પૈકીનાં એક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news